________________
રફ
ભારતધર્મ
ઉપકાર કરવાની એ ના પાડતા નથી, પણ તાય પાસે આવ. વાની ના પાડે છે, ગમે તેમ ઉપકાર કરી નાખી જલદી જલદી પા। ભાગી જાય છે. ત્યાર પછી ક્લબમાં જાય, ખ્યાલી પીએ, બિલિયર્ડ ખેલે, જેના ઉપર ઉપકાર કર્યાં હાય તેમને માટે એ ચાર નખળાં વિશેષા વાપરી તેમને તરછેડી મનમાંથી કાઢી નાખવાના પ્રયત્ન કરે.
તે દયા દાખવે નહિ, પણ ઉપકાર કરે; સ્નેહ કરે નહિ, પણ રક્ષણ કરે; શ્રદ્ધા રાખે નહિ, પણ ન્યાય કરવાના પ્રયત્ન કરે; જમીનમાં પાણી ન રેડે; પણ ઢગલેઢગલા ખીજ નાખે.
પશુ ત્યાર પછી જે અનાજ ઉગી નીકળે નહિ, તા શુ' માત્ર માટીનાજ દોષ ? એ નિયમ શુ વિશ્વવ્યાપી નથી કૈ, હૃદયની સાથે મળીને કાર્ય કરવામાં ન આવે તો હૃદયમાં એનાં ફળ ફળે નહિ ?
આપણા દેશના અનેક લણેલા લેક ગેારાઆના ઉપકાર તે ઉપકાર નથી, એમ સામિત કરવાના પ્રયત્ન કરે છે. મન વગરના ફ્ેકેલા ઉપકારને તેમનું હૃદય ઉપકાર થયે માનતું નથી. કૃતજ્ઞતાના એન્તમાંથી કાઇ રીતે છૂટી જવાને તેઓ ઈચ્છે છે. આ કારણથી આજકાલ આપણાં વર્તમાનપત્રામાં વાતવાતમાં અંગ્રેજ સબધે કુતર્ક થયા કરે છે.
અંગ્રેજ આપણેા આધાર થઈ પડયા છે, પણ પ્રિય થઈ પડે એવું કશું એણે કર્યુ નથી, દવા તે આપે છે, પણ એમાં સ્વાદ આવે એવુ' એ કરતા નથી. પરિણામે એ કડવી દવાથી આપણું માં કટાણું થઈ જાય, ત્યારે એ આંખ રાતી કરીને હુંકારા કરી ઉઠે.
આજકાલ રસાકસી બહુ કડવી થઇ ઉઠી છે, અને વાતવાતમાં હારજિતના પ્રશ્ન થઇ પડે છે. પાંચ નરમ વાત કહેવાથી લાભ થાય એવું હોય ત્યાં પણ આપણે સખ્ત ભાષામાં આગ ઉડાવીએ છીએ. અને જ્યાં એકાદ વાત માની લેવાથી ક'ઈ નુકસાન ન થાય ત્યાં પણ સામે! પક્ષ માં ક્રુરી એસે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com