________________
प्रवेश १९ मो
[ સુદર્શન અને સુરંગમાં માર્ગમાં ચાલ્યાં જાય છે.]
સુદશના–હા....આ....આશ ! સુરંગમા ! હવે મને શાંતિ થઈ. અહાહાહા ! કેવી સ્વતંત્રતા ! મારા પરાજયે જ મને સ્વતંત્રતા અપાવી છે. કેવું જબરદસ્ત મારું અભિમાન હતું ! જરા પણ પીગળે જ નહિ–જરા પણ નમ્યું આપે જ નહિ. મારું અંધકારથી ભરેલું મને સમજાવ્યું સમજે જ નહિ કે, રાજા મારી પાસે ન આવે પણ મારે જ તેમની પાસે જવું જ જોઈએ. આટલી સાદી, સરળ વાત પણ હું ન સમજી શકી. ગઈ કાલની આખી રાત મેં બારી આગળ કચરાવાળી જમીન ઉપર જ બેસીને વીતાવી--કલાકોના કલાક સુધી એકલી બેઠી બેઠી કલ્પાંત કરતીજ રહી! આખી રાત દક્ષિણ દિશાને વાયુ વાતું હતું અને મારા જિગરને કોતરી ખાતા દર્દની માફક તે પણ ચીસાચીસ કરતો હતો અને નિશ્વાસ ઉપર નિઃશ્વાસ નાખતા હતા. ચારે દિશામાં આવું તુમુલ તોફાન વ્યાપી રહ્યું હતું ત્યારે ચકલાક પક્ષી તેની સહચરીને કરુણ સ્વરે વારે ઘડીએ બોલાવ્યાજ કરતે હતો. - સુરંગમા–કાલ રાતની હવા પણ એવી ભારે અને શકાછન્ન હતી કે જાણે ક૯૫ના અંત સુધી એવી ને એવી સ્થિર અને નિષ્કપ રહેશે એવું મને લાગતું હતું–-કાલની રાત અત્યંત ગંભીર અને વિષાદપૂર્ણ હતી !
સુદર્શના–પણ હું તને એક વાત કહું તે તારા માન્યામાં આવશે ? આખી રાતના તોફાની વાવાઝોડાના ઝપાટા ઉપર નૃત્ય કરતા વીણાના કોમળ સ્વર મેં સાંભળ્યા! જેની વીણામાંથી આવા કમળ-આવા મધુર સ્વર નીકળતા હોય તે કૂર અગર ભયંકર હોઈ શકે જ નહિ. જગતને મારી લાંછનાની, મારા માનભંગની ખબર છે, પણ જે સૂરે મને તોફાનના સૂસવાટને ભેદીને પોતાની પાસે બેલાવી રહ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com