________________
પ્રવેશ ૧૫ મે
૪૫૫
જઈએ એવા નથી. તું ગમે તે લશ્કરી પિશાક પહેરે, પણ અમે તને ઓળખી કાઢીએ એવા છીએ. તું અમારી આગળ “સેનાપતિ”ને વેશ લઈને આવ્યો છે, કેમ?
બુક દાદા--તમે મને ઓળખવામાં જરા પણ ભૂલ નથી કરી. મારા રાજાને હુકમ લઈને આવવા માટે મારા કરતાં વધારે નાલાયક બીજે કઈ જ નથી, પણ તે છતાં બીજા ભલભલા વિર્યવાન યોદ્ધાઓને પડયા મૂકીને તેમણે મને સેનાપતિને પિશાક પહેરાવીને મોકલ્યો એટલે મારે આવ્યા વિના કેમ ચાલે?
કાંચી--બહુ સારૂં; બહુ સારું. અમે તારા રાજાના નિમંત્રણને માન આપવાને ગ્ય વખતે વિચાર કરીશું, પણ હમણાં અમે વધારે જરૂરના કામમાં રોકાયા છીએ. તે કામમાંથી અમે પરવારીએ ત્યાં સુધી તારા રાજાએ રાહ જેવી પડશે.
બુ દાદા–પણ મારા રાજા એક વાર હુકમ કરે એટલે પછી તે કદી રાહ જોતા જ નથી. તેને અમલ તે તરત જ થ જોઈએ.
કેશલ–મારે તે તેના તેડાને માન આપવું જ પડશે; આ હું ચાલ્યો.
વિદર્ભ–કાંચીરાજ! તમે આ કામ આટે પાઈ જાય ત્યાં સુધી જવાનું કહે છે તે મને પસંદ નથી. હું તે જાઉં છું.
કલિંગ–તમે મારાથી ઉમ્મરે મોટા છો, મારે તમારી પાછળ આવવું જ જોઈએ.
પાંચાલ–કાંચીરાજ! તમે જરા તમારી પાછળ નજર કરે. તમારૂં છત્ર જમીન પર હવા ખાય છે. તમારું છત્ર ધરનાર તો કયારનેએ પલાયન કરી ગ તેની તેમને ખબર જ નથી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com