________________
४५२ અંધારા રંગમહેલને રાજા
કલિંગ–હા, પણ ફળની મને ખાત્રી હોય તે હું સબૂરી રાખું ને? ફળને સ્વાદ ચાખવાની મને બહુજ થોડી આશા છે તેથી રાજકુમારીને જોવાની મારી ઉત્કઠાની સીમા જ નથી રહેતી.
કાંચી–પણ તમે તે હજી યુવાન છે–
એક વાર ત્યજાએલી આશા તમારા જેવા યુવાનની પાસે બેશરમ નારીની માફક વારંવાર આવ્યા જ કરવાની; પણ અમારી તે હવે એ વય વીતી ગઈ છે.
કેશલ–હમણાં તમારું સિંહાસન જાણે હાલી ગયું હોય એવું તમને લાગ્યું? ધરતીકંપ તે નહિ થયો હોય ?
કાંચી–ધરતીકંપ! મને તે તેવું કાંઈજ નથી લાગ્યું,
વિદર્ભધરતીકંપ તે નહિ, પણ બીજે કઈ રાજા વળી પિતાનું સિન્ય લઈને ન આવતું હોય !
કલિંગ–તમારે તર્ક વખતે સાચે પણ હય, પરંતુ વધે એટલે જ છે કે, તેવું હોય તે આપણું જાસુએ આપણને તેની ખબર આપ્યા વગર રહેજ નહિ.
વિદર્ભ–તમે બધા ગમે તેમ કહે, પણ મને તે અપશુકનની શરૂઆત થતી લાગે છે.
કાંચી–બીધેલા માણસની આંખને બધે જ અપશુકન દેખાય છે. - વિદ—મને જે કેઈની બીક હોય તે માત્ર કિસ્મતની જ. તેની સામે હિંમત કે પરાક્રમ કાંઈ જ કામ આવતાં નથી.
પાંચાલ—વિદર્ભરાજ ! આવી અપશુકનીઆળ આગાહી કરીને આજના શુભ પ્રસંગને અશુભ ન કરે તે સારૂં. ' કાંચી–અદષ્ટ “દષ્ટ ન થાય ત્યાં સુધી તે તેને વિચાર જ ન કરું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com