________________
૪૦ અંધારા રંગમહેલને રાજા તે આપને પિતાની પુત્રી સેંપી દે એવું આપ ધારતા હે તે ભારે ભૂલ કરો છો.
કાંચી–તમારા રાજાને જઈને કહે કે, જે તમારે આજ જવાબ આપવું હોય તે તેને માટે અમે તૈયાર થઈને આવ્યા છીએ.
(રાજદૂત જાય છે.) સુવર્ણ—કાંચીરાજ! મને લાગે છે કે, આપણે ભારે જોખમ ખેડી રહ્યા છીએ.
કાંચી–જોખમ ન હોય તો પછી આવા કામમાં મઝા જ કયાં રહી?
સુવર્ણ–એકલા કાન્યકુજના રાજાની જ સાથે લડી લેવાનું હેત તે તેમાં ઝાઝું સાહસ ખેડવા જેવું નથી. પણ-૪ x x
કાંચી–જે એક વાર તું “પણ” “પણ” કરવા લાગ્યો તે પછી આ આખા જગતમાં તેને કેાઈ પણ સ્થાન સલામત નહિ દેખાય.
[એક સૈનિક આવે છે.] સૈનિક–મહારાજાધિરાજ ! આપના જાસુસ હમણાંજ ખબર લાવ્યા છે કે, કેશલ, અવંતિ અને કલિંગ દેશના રાજાઓ પોત પોતાનાં સૈન્ય સહિત આ તરફ ચાલ્યા આવે છે.
(સેનિક જાય છે.) કાંચી–મને એ વાતની પહેલેથી બીક હતી તે ખરી પડી ! સુદર્શના પિતાના ધણને ઘેરથી જતી રહી છે, એ વાત દેશ દેશમાં ફેલાઈ ગઈ છે--અને હવે તેને માટે અહીં જાદવાસ્થળી ખેલાવાની અને પરિણામમાં ધૂમાડે જ.
સુવર્ણ–રાજાછ! હવે તમે બધું માંડી વાળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com