________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૪૭
યેગી કંઈ નૂતન વ્યવસ્થા બંધાય નહિ, તેથી પૂર્વકાળમાં બહુ પુરાતન જાતિઓ પૃથ્વીના પડ ઉપરથી ઉખડી ગઈ છે. આપણે પણ રોજ રોજ ઉદાસ દેષ્ટિ સામે આપણ નીતિને એ જ દશાએ પહોંચતી દેખીશું ? મેલેરિયા, પ્લેગ, દુષ્કાળ એ સઘળું શું આકસ્મિક છે? સાથી ભયંકર લક્ષણ તે સમગ્ર દેશની હૃદયમાં સંતાયેલી નિરાશ નિષ્કિય વૃત્તિ છે. સર્વને ઉપાય આપણુ પિતાના હાથમાં છે, ગમે તે વ્યવસ્થા આપણે કરી શકીએ, એવો વિશ્વાસ જ્યારે ચાલ્યા જાય, જ્યારે કોઈ પણ જાતિ કેવળ કરુણભાવે કપાળ ઉપર હાથ મૂકે, અને નિસાસા મૂકી આકાશ સામે તાકી રહે, ત્યારે સામાન્ય ધકકો પણ એ ઝીલી શકે નહિ, નાના નાના ઘા પણ જોતજોતામાં ઝેરી થઈ ઉઠે; ત્યારે હવે મર્યો એમ માને ને સાથેજ મરે.
પણ કાળરાત્રિ વીતી ગઈ છે, રોગીની બારી એ થઈ પ્રભાતને પ્રકાશ આશા લઈને અંદર આવે છે; આજ આપણે દેશને શિક્ષિત ભદ્રવર્ગ–જે આજ સુધી સુખદુઃખમાં જનસાધારણના સંગી અને સહાય હતા અને આજ જે ભદ્રતા અને શિક્ષાના વિલાસને વશ થઈ વિચારમાં, ભાષામાં, ભાવમાં આચારમાં, કર્મમાં સર્વ વિષયમાં જનસાધારણથી કેવળ દૂર ચાલ્યા જઈએ છીએ તેવા–આપણે વળી પાછું એકવાર ઉચ્ચનીચ સર્વની સાથે મંગળ સંબંધે મળવું પડશે અને સામાજિક અસામંજસ્યની ભયંકર વિપદમાંથી દેશના ભવિષ્યનું રક્ષણ કરવું જોઈશે. આપણું શક્તિને દેશના કલ્યાણમાં અને દેશની શક્તિને આપણું કર્મમાં જેગવવાને વખત જ રાજ ચાલ્યા જાય છે. જેઓ સ્વભાવથીજ એક છે, તેમનામાં વાંધા પડી જે એક લેહી એક પ્રાણમાં વગરવાંધે સંચરી ન શકે તે સંઘાતિક વ્યાધિ જન્મે; એ વ્યાધિથી જ આપણે આજ મરવા પડ્યા છીએ. પૃથ્વીમાં આજ સો એકયબંધને બંધાય છે, આપણેજ માત્ર સર્વ દિશામાં વીખરાયેલા પડયા છીએ. આપણે શી રીતે ટકી શકીશું?
આપણી ચેતના, જાતિનાં સર્વ અંગમાં-સર્વત્ર પ્રસરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com