________________
૩૩૪
ભારતધર્મ
ળને ક્રોધ આટલા જોરથી ઉભું રહી શકે નહિ.
બીજી બાજુએ જેટલું દુઃખ પામીએ, તેટલું જ સ્પષ્ટ સત્યનું દર્શન થાય; જેટલું દુઃખ પામીએ, તેટલી જ આપણી શક્તિ ગંભીર અને વ્યાપ્ત થતી જાય. આપણું દુઃખનું એ મોટું ધન ધીરે ધીરે આપણા હૃદયની વિશાળ સામગ્રી થઈ પડી છે. અગ્નિ વડે દેશના ચિત્તને તપાવી વારંવાર ગાળીને આ જે છાપ પાડી છે, તે કઈ દિન ભુંસાવાની નથી. એ રાજમહેરની છાપ દુઃખ સહન કરવાની આપણી શક્તિની સાખ પૂરશે; દુઃખને જેરે એ ઘડાઈ છે ને એને જેરે આપણે દુઃખ સહન કરી શકીશું.
એમ સત્ય વસ્તુ મળતાં તેને આનંદ કેટલા બળપૂર્વક કામ કરે, તે તેઓ સ્પષ્ટ જોઈને આજ આશ્ચર્ય પામી ગયા છે. કેટલા દિવસથી જ્ઞાનીઓ ઉપદેશ દેતા આવ્યા છે કે, હાથે કામ કરવામાં લાજ પામીએ ને ચાકરી કરવામાં જીવનને સાર માનીએ તે આપણે કદી પણ મનુષ્ય બની શકીએ નહિ. જે સાંભળે છે તે કહે છે, હા, વાત ખરી; અને વળી સાથે સાથે નેકરીની અરજીઓ લખી લખી હાથ પકવી નાખે છે. એટલા મેટા નેકરીના ભૂખ્યા બંગાળા દેશમાં પણ એવો એક દિન આવ્યો કે જ્યારે વગર આનાકાનીએ ધનવાનને બાળક પિતાને હાથે શાળ ચલાવવા માટે શાળવીની પાસે ભણવા બેઠે; ભદ્ર ઘરનો બાળક પિતાને માથે કાપડની ગાંસડીએ ઉંચકી બારણે બારણે વેચવા નીકળ્યા અને બ્રાહ્મણને દીકરે હળ લઈને ખેતરમાં ચાલ્યા ને એને શૈરવનું કામ માની સ્પર્ધા પ્રકટ કરવા લાગે. આપણા સમાજમાં એ કદી સંભવિત હોઈ શકે એવું આપણે સ્વપ્ન પણ માનતા નહોતા. તકથી તક મટે નહિ, ઉપદેશથી સંસ્કાર ગળે ઉતરે નહિ; સત્ય જ્યારે ઘરના એક ખૂણામાં એક શિખાની પેઠે દેખા દે ત્યારે ઘરભરનું અંધારું ઉડી જાય.
પૂર્વે દેશને અતિ ઉપયોગી કારણે પણ ઘેરઘેર ભિક્ષા માગતાં, ધન કરતાં વ્યર્થતા વધારે મળતી; પણ આજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com