________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ રક
એ પ્રકારથી આપણે પણ ચકિત થઈ જાગી ઉઠીએ, એ તે માત્ર પ્રતિક્રિયા છે, જેને અંગ્રેજીમાં “રીફલેકસ ઍકશન” કહે છે. રાજસભામાં એને જે અવિનય માને તે પ્રહાર સંબંધે પણ વિવેચના કરવી ઘટે. જેમને શક્તિ છે, તે અનાયાસે જ બેમાં ઉમેરી શકે, પણ પરિણામે ચાર થયેલાં જોઈને ઉન્મત્ત થઇ ઉઠે, એ તે વિધાતાની સામે વિદ્રોહ છે.
સ્વભાવના નિયમથી જ્યારે કામ કરીએ, ત્યારે કઈક મુશ્કેલી ઉભી થતાં એને દેખીને અસંતુષ્ટ ન થવું જોઈએ. વીજળીને વેગ લગાડવાથી જે દુબળ સ્નાયુમાં પ્રબળભાવે ધબકારા થતા જોઈએ ત્યારે કષ્ટ થતાં પણ આશા બંધાય છે.
એક બાજુ લૈર્ડ કર્ઝન, મેલિં, ઈબટસન, ગુરખા, યુનીટીવ પિોલીસ ને પિલીસનું રાજ્ય, દેશનિકાલ, જેલ અને દંડને માર; પીલવું, પીડવું ને કાયદાનું વિસરવું; ત્યારે બીજી બાજુએ પ્રજાની અંદરજ ધીરે ધીરે ઉત્તેજનાવૃત્તિ થાય છે, જે સંતાપ થોડા સમય ઉપર લેકની જીભ ઉપરજ માત્ર દેખાતું હતું, તે ધીરે ધીરે વ્યાપીને અને ગંભીર બનીને માંસ ને હાડકાંની પણ અંદર પેસી ગયા છે; તેઓ આ રેગથી ડરી ન જતાં અસહિષ્ણુ બની ગયા છે. આથી આપણને ઘણી મુશ્કેલીઓ અને શંકાઓ થાય એ વાત સાચી, પણ સાથે સાથે આશા રાખ્યા વિના પણ રહી શકતા નથી કે, નિરાશાની પાછળ પણ સ્વભાવ નામને એક પદાર્થ હજીયે આપણી અંદર રહેલો છે; પ્રબળ ભાવે કષ્ટ પામવાની શક્તિ હજીયે આપણું ગઈ નથી, અને જીવનધર્મમાં જે સ્વાભાવિક પ્રતિક્રિયાને નિયમ તે હજીયે આપણી અંદર રહી પિતાનું કાર્ય કર્યું જાય છે.
ચરમનીતિ એટલેજ સુકાન છેડી દેવાની નીતિ, તેથી એની ગતિ જ્યારે કોને કયાં લઈ જઈ ઉતારશે એ પહેલે થી કેઈ નકકી કહી શકે નહિ. એના વેગને હમેશાં નિયમિત રાખી ચલાવાય, એ બેસનારને માટે અસાધ્ય છે. તેને કાવવું સહેલું છે, પણ ચલાવવું ઘણું કઠણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com