________________
દેશનાયક
૩૧૫
તમે ખ્યાલ રાખજો કે, બંગભંગ આજ મુખ્ય વિષય નથી, મેં તે એને નામે કરી નાખ્યો છે. શી રીતે નાને કરી નાખે છે ? બંગભંગના આઘાતથી આપણે સમસ્ત બંગાળીઓએ એકઠા થઈને વેદનાને બળે સ્વદેશના તરફ જોયું કે તરત જ એ ભંગની કૃત્રિમ રેખા નાનાથી નાની થઈ ગઈ. આજ સમસ્ત મેહને કાપી સ્વદેશની સેવા સ્વહસ્તે કરવાને માટે આપણે તૈયાર થઈ ઉભા, તેની સામે ભંગના નખના ઘા તુચ્છ થઈ ગયા ! પણ આપણે જે કેવળ પીટીશન ને પ્રોટેસ્ટ (અરજી અને વિરોધ), બહિષ્કાર ને વાચાળતા કરીને બેસી રહ્યા હતા તે બંગભંગ માટે થાત, આપણે નાના થાત-પરાભૂત થાત. કાર્લાઇલને શિક્ષાસકર્યુલર આજ કયાં ઉતરી ગ છે! આપણે તુચ્છ કરી દીધો છે; ગાળાગાળી કરીને નહિ, મારામારી કરીને પણ નહિ. ગાળાગાળી મારામારી કરી હોત તે તે એ ચઢી વાગત. આજ આપણે વિદ્યાદાનની આપણી પોતાની વ્યવસ્થા કરવા તૈયાર થયા છીએ. એથી આપણુ અપમાનને દાહ, આપણું આઘાતની ક્ષતવેદના એકવાર મળી ગઈ છે. આપણી સર્વ ક્ષતિ સર્વ લાંછનની ઉપર તરી આવી છે. પણ એ માટે જે આજ સુધી કેવળ મહાસભાઓ ભરવા દેશના એક પ્રાન્તથી બીજા પ્રાન્ત સુધી દેડાદેડ કરી મૂકત, નાક ચઢાવીને નાકમાંથી ઉચ્ચારેલી ફરિયાદે સમુદ્રની આ પારથી પેલે પાર સુધી તરાવી મૂકી હત, તે છેટીને મોટી કરી મૂકત અને એમની સામે આપણી જાતને નાની કરી મૂકત. હાલ બારિસાલને રસ્તે આપણું શેડાંક માથાં ભાગ્યાં અને થોડે દંડ પણ દેવો પડશે. પરંતુ એ વ્યાપાર ઉપર સમસ્ત ઝેક દઈ નેતર ખાધેલા બાળકની પેઠે ભેંકડે મૂક્યું તે આપણું ગૌરવ જાય. એ સામાન્ય વાતની ઉપર ચઢી ન બેસતાં, માત્ર આંસુ જ પાડયા જઈએ તે લાજ મરવું પડે. ઉપર ચઢી આવવાવાને એક ઉપાય છે. જેને આપણે નાયકપદની માળા આરેપીએ તેને રાજદરબારને દરવાજેથી પાછા લાવી આપણી કુટીરને આંગણે પુણ્યદિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com