________________
કાથડા
પૂરા કરવાને આપણે જવું જોઇશે-અન્ન, સ્વાસ્થ્ય અને શિક્ષણની વ્યવસ્થા કરવાને માટે દૂર દૂરનાં ગામડાંઓમાં જઈને પણ આપણું જીવન સમર્પવું જોઇશે; ખીજા કોઈ પેાતાનાં સ્વાસ્થ્યમાં કે તરગમાં આપણે બધાઇ રહીશું નહિ. બહુ દિવસના સૂકા દુકાળ પછી વરસાદ આવે ત્યારે વાવાઝાડાને પણ લેતે આવે, પણ નવા વરસાદની શરૂઆતનું વાવાઝોડુ' આ નવા વિકાસનું સૌથી મેટુ' અ'ગ નથી, તેમ કાયમનું પણ નથી. વીજળીના ચમકારા, વાદળાંના કાટકા ને પવનનાં તાફાન પાતાની મેળે શાન્ત થઈ જશે અને પછી તા વાદળાં ઘેરાઈ સવ આકાશને ઘેરી ઠંડા વાયુ છેડશે-ચારે દિશાએ વરસાદ વરસશે ને સૂકાં વાસણાને પાણીથી છલે છલ ભરી દેશે, ભૂખ્યાંને ખેતરમાં અન્નની આશા ખધાવશે, આખા ને હૃદય ઠંડુ કરશે. મગળમય એ વિચિત્ર સફળતાના દિવસ બહુ દિવસ વાર જોયા પછી આજ ભારતવષ માં દેખાય છે, એ સમાચાર નક્કીના જાણીને આપણને જાણે આનંદ થાય છે. શેને માટે? ઘર છેાડીને ખેતરમાં આવવા માટે, ખેતી કરવા માટે, ખીજ વાવવા માટે—ત્યાર પછીથી સેાનાની સલથી જ્યારે લક્ષ્મીનાં દર્શન થશે, ત્યારે એ લક્ષ્મીને ઘેર પધરાવી મહાત્સવ કરવા માટે,
૧૯૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
doc
www.umaragyanbhandar.com