________________
કારે
હિત ન થાય કે, સારી રીતે ખાધેપીધે ભૂખતરસ મટે. એવી સલાહને માટે અત્યાર સુધી એ કપાળ ઝાલીને બેસી રહ્યું ન હતો. સાચી ચિંતાને જે વિષય છે, તેને ઓળંગીને ગમે એટલી મોટી વાત કરીએ તો પણ એ સે તે વખતે તો નકામી છે.
ભારતવર્ષ સંબંધે પણ મુખ્ય જરૂર શેની છે એ વાતને વિચાર કરતાં, જે આપણે તેને આજે શેની ખામી છે અને ખરી સ્થિતિ શી છે એ હકીકત દબાવી રાખીને ખૂબ મોટી મોટી વાત બેલી બેસીએ ત્યારે જેના ખાતામાં બેંકમાં સીલકજ ન હોય તેને લાખ રૂપિયાને ચેક લેવા જેવી છે; લેણદાર છાતી ઉપર આવી બેઠા હોય તેને કાઢવાને માટે આ ચેક ચાલાકીથી વાપરી શકાય ખરે, પણ પરિણામે એથી લેણદારને કે દેણદારને કોઈને પણ કશે ફાયદે થાય નહિ.
“રસ્તે અને રસ્તાનું ભાથું” એ નિબંધમાં જે આવી ગફલત કરી દેવાને મેં પ્રયત્ન કર્યો હોય, તે તર્કની કેટમાં માફી પામવાની ઈચ્છા હું રાખતું નથી. સાચી વાતને છુપાવીને અથવા નકારીને આગળ ધરી અમુક ભાવ સંબંધે નકામા તર્ક કર્યો હોય તે સર્વની સામે એના ટુકડા કરી નાખવા સારા છે. કારણ કે ભાવ જે તેની વાસ્તવિક સ્થિતિથી તૂટીને જુદે ઉભે રહે તે દારૂગાંજાની પેઠે એ માણસને કર્મણે ને સદેહશીલ બનાવી મૂકે.
પણ અમુક અવસ્થામાં શું ખરેખર વાસ્તવિક છે એને નિકાલ લાવ એ સહજ નથી. એટલાજ માટે ઘણી વખત માણસ માની લે કે જે આંખ સામે દેખાય છે તે જ સૌથી વધારે વાસ્તવિક વસ્તુ છે. ખરેખરૂં તે, માનવસ્વભાવની નીચેના પડમાં જે કંઈ છે તે જ સૌથી વધારે સાચું છે. કેઈ અંગ્રેજ વિવેચક રામાયણ કરતાં ઈલિયડ મેટું છે એવું સાબિત કરતાં બોલેલો કે, ઇલિયડ કાવ્ય વધારે હ્યુમન” છે, એટલે કે માનવચરિત્રની વાસ્તવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com