________________
રસ્તો ને રસ્તાનું ભાથું
^^^^^^^^^^^^^^^^^
એનું સમર્થન કરવાને લેશમાત્ર અન્યાય કરવો એ મતને હું કદાપિ માની શકતા નથી. વિલંબથી, વિરુદ્ધતાથી ડરવાનું નથી; એથી તે ભીંત પાકી થશે અને ધાર્યા ફળ આવશે. દિવાળીને દહાડે પળવારમાં સુન્દર કેરી બનાવી આપે અને આશ્વાસન આપી કહે કે, એને રોકડા પૈસા આપવાની જરૂર નથી, એવી ઈંદ્રજાળ કઈ રીતે સારી નથી. પણ હાય ! મનમાં જાણે બીક લાગે છે કે, ઘડીના છઠ્ઠા ભાગમાં પરદેશની મિલે જે બંધ કરી શકીશું નહિ, તે અચળ નિષ્ઠાથી આપણું કામ કરવાની આપણામાં શક્તિ રહેશે નહિ! એટલા માટે કઈ રીતે હાથે હાથે ભાગલાનું વેર લેવા દેડતાં માર્ગ–કુમાર્ગને વિચાર છેડી દઈએ છીએ. ચારે દિશાએથી કાન ચીરી નાખે એવા કેટલાહલથી ભમી જઈ, પિતાના ઉપર અવિશ્વાસ કરી, પિતાના સ્વભાવ ઉપર અશ્રદ્ધા આણી, શુભ બુદ્ધિને તિરસ્કાર કરી ઉતાવળે ઉતાવળે લાભ લણી લેવા દેડીએ છીએ, અને પરિણામે લાંબા વખત સુધી નાશનાં ગાડાં ભરી લાવીએ છીએ. મંગળને દબાવી મંગળ પમાશે, સ્વાધીનતાના મૂળમાં ઘા કર્યાથી સ્વાધીનતા લેવાશે એ કદી બની શકે એમ નથી, એવું વિચારવાની તે કદી ઈચ્છા પણ થતી નથી!
આપણામાંથી ઘણાય પૂરી રીતે જાણતા નથી અને કેટલાક જાણ્યા છતાં કબૂલ કરતા નથી કે, બહિષ્કારની બાબતમાં અનેક ઠેકાણે દેશના લોક ઉપર દેશનાજ લે કે જુલમ કર્યો છે. જેને હું સારૂં માનું તે દૃષ્ટાન્તથી કે ઉપદેશથી બીજા બધાને જે સારૂં મનાવવાની જે ધીરજ રહે નહિ, બીજાના અધિકારમાં બળથી હાથ નાખ એ વાતને અન્યાય માનવાને અભ્યાસ જે દેશમાંથી ઉઠી જાય, તે પછી અસંયમને કેઈ સીમામાં બાંધી રાખવો કઠણ પડે. કર્તવ્યને નામે અકર્તવ્યનું બળ વધી પડે તે જોતજોતામાં આ દેશ અસ્વાભાવિક બની જાય. એટલાજ માટે સ્વાધીનતા મેળવવાને નામે ખરેખર સ્વાધીનતાધમની વિરુદ્ધ બંડ ઉઠયું છે, દેશના મતભેદને– ભા. ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com