________________
રસ્ત ને રસ્તાનું ભાથું
૭૧
પરિણામે એ તકલાદી માલ બહુ મેંઘો પડી જશે. એના કરતાં પહેલેથી મેંઘ પણ ટકાઉ માલ વધારે મૂલ્ય આપીને પણ ખરીદ્યો હોત તે બહુ લાભ થાત.
આપણા દેશમાં પણ દેશની હિતસાધનાબુદ્ધિને નામે મેં દુર્લભ માલ સહજ ઉશ્કેરણીથી સ્ત્રી-પુરુષ, બાળ-વૃદ્ધની પાસે જથાબંધ જે, ત્યારે આપણા જેવી કંગાલ જાતિને આનંદને પાર રહ્યો નહિ. ત્યારે તે આપણા મનને શંકા કરવાનું ય સૂઝયું નહિ કે સારી ચીજ આટલી સસ્તી મળવી સહેલી નથી. એવા વરાળીઆ દેવને યંત્રમાં બાંધી કામે લગાડીએ નહિ, તે એથી કામ સરે નહિ–આકાશમાં ઉડી જાય. વાટાઘાટના લેક, અમે યુદ્ધ કરવા તૈયાર છીએ, એમ બેલતા ગાંડાની પેઠે આમતેમ દેડે, તે વેળાએ એમને એકઠા કરી ક્વાયત કરી યુદ્ધની તાલીમ આપી હોય, વખત આવતાં યુદ્ધ ચઢીશું એમ બેલી આશ્વાસન આપ્યું હોય, તો સાચેસાચ લડાઈ આવતાં એ સૌ જાનમાલ ખુશીથી આપવા તૈયાર થાય; એવી વ્યવસ્થા ના કરી હોય તે તાનમાં ને તાનમાં બજારની દુકાને લૂંટી, વાણિયાનાં માથાં ફોડી તૃપ્ત થાય ને રાત પડે એટલે ઘેર જઈ સૂઈ જાય.
અસલ વાત એવી છે કે, દારૂડીઓ જેમ પિતામાં ને પિતાની મંડળીમાં માત્ર નશે જ વધારવા ચહાય, તે જ ઉશ્કેરણને નશો ચઢતે આપણે આજ જોઈએ છીએ. ત્યારે તે નશે વધારી મૂકવાને આપણે દોડાદોડ કરી મૂકીએ છીએ, કોઈના વાવ્યા પાછા વળતા નથી. વળી આ નશાની અસર છે એ વાત દારૂડીઓ કબૂલે નહિ તેમ આપણે પણ કબૂલતા નથી. માત્ર માની લઈએ છીએ કે, એ ભાવનાને પ્રવાહ છે ને એની તો બેશક જરૂર છે. પણ એમને ખબર નથી કે, જોઈતી ગરમી થશે એટલે શીશીનો પારો વગર ઉછાળે એની મેળે ઉંચે ચઢશે. દેશનું કામ કરીએ એમ કહેતા કહેતા જેઓ રાતદહાડે દેડાદેડ કરી મૂકે છે એ ટુકી નજરના લોક છે, એમને લાંબે વિચાર નથી–ને ખોટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com