________________
D૦૭
१-नवू अने जूनुं
આપણે જૂના ભારતવર્ષના બહુ પ્રાચીન, બહુ થાકેલા. અનેક વાર મારા પિતામાં એ જાતિગત વિશાળ પ્રાચીનતાને અનુભવ કરે છું-મન દઈને જ્યારે અંતરમાં નીરખી જોઉં છું, ત્યારે અંદર માત્ર વિચાર, વિશ્રામ અને વૈરાગ્યનેજ જોઈ શકું છું; જાણે અંદર બહાર લાંબી છુટ્ટી ચાલે છે, જાણે જગતને સવારે આપણે કચેરીનું કામ છેડી આવ્યા છીએ, એટલે આખરે બપોરે જ્યારે બધા કામે લાગ્યા છે ત્યારે આપણે ઘરમાં બારણાં બંધ કરીને વિશ્રામ કરીએ છીએ; આપણે પાછલે પગાર ચૂકવી લઈ નેકરીમાંથી છૂટા થઈ પેન્શન ઉપર ઘરસંસાર ચલાવીએ છીએ, સુખી છીએ.
એવે સમયે માલૂમ પડયું કે સ્થિતિ ફેરવાઈ ગઈ છે. બહુ દિવસનું જે પસાયતું મળી ગયું હતું તે બાબત બરાભર પુરાવા નહિ આપી શકવાથી નવા રાજાના રાજ્યમાં જસ થઈ ગયું છે. એકદમ આપણે ભિખારી થઈ ગયા. પૃથ્વીના ખેડુતે જેમ મજુરી કરી મરે છે ને કર ભરે છે તેમ આપણે પણ કરવું પડશે. પુરાતન જાતિને આજ આમ એકાએક ફરી મહેનત કરવાનો વખત આવ્યે છે.
ત્યારે હવે વિચાર છેડી દે, પથારી છેડી દે, ઘર ભા. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com