________________
૨૦૬
ભારતધામ
ઉપર સ્ટીમરોલ ફેરવીને બધી વિચિત્રતા વિવિધતા દબાવીને સપાટ બનાવી દેવું. વિલાયત પારકાને વિનાશ કરવામાંજપારકાને દૂર કરવામાંજ આત્મરક્ષાને ઉપાય માને છે, ભારતવર્ષ પારકાને પિતાનું કરવામાંજ આત્મસાર્થકતા માને છે. એ વિચિત્રને એક કરવું, બીજાને પિતાનું કરવું એ એકાકાર નહિ, પરંતુ પરસ્પરના અધિકાર સ્પષ્ટભાવે નકકી કરી દેવાની વ્યવસ્થા છે. એ વાત શું આપણું પિતાના દેશમાં પણ ઢેલ વગાડીને કહેવી પડે ? આજ જે વિચિત્રમાં ઐકય સ્થાપી નહિ શકીએ, પારકાને પોતાના કરી નહિ શકીએ, આપણે જે પગને અવાજ સાંભળતાંજ-અતિથિ અભ્યાગતના દેખતાંજ હાં-હાં સદે લાકડી લઈ મારવા દેડીશું, તે તે જાણવું કે, પાપને ફળે આપણા સમાજની લમી આપણને છેડી ચાલી તે ગઈ છે જ, ને આ લહમીવિહીન અરક્ષિત ઘરને આજ કેવળ મારામારી કરીને જ બચાવવું પડશે. એના ગૃહદેવતા-જેણે હસતે મુખે સર્વને બોલાવી આણી સર્વને પ્રસાદને ભાગ આપી વિના કેલાહલે વિના ઉપદ્રવે એને બચાવ્યું હતું તે-હવે કયારે ચાલ્યા જવું એજ વિચારશે.
પ્રશ્ન ઉઠે છે કે મેં નવી નવી જાત્રા, કથા વગેરે વાતને પ્રસ્તાવ કર્યો છે, એવી નવી વાર્તાનું તાત્પર્ય શું? પુરાતન બસ નથી કે ?
રામાયણના કવિએ રામચંદ્રની પિતૃભક્તિ, સત્યપાલન, ભ્રાતૃપ્રેમ, દાંપત્યપ્રેમ, ભકતવાત્સલ્ય વગેરે અનેક ગુણનાં ગાન કરી યુદ્ધકાંડ સુધીના છ કાંડમાં એ મહાકાવ્ય પૂરું કર્યું તે પણ તેમાં “ના” ઉત્તરકાંડ ઉમેરાયે. તેમના વ્યક્તિગત અને પારિવારિક ગુણોનું યથેષ્ટ વર્ણન થયું નહોતું, જનસમાજ પ્રતિ તેમની કર્તવ્યનિષ્ઠાને કઠિનભાવે પ્રથમ વર્ણ વેલા સમસ્ત ગુણેની ઉપર પ્રતિષ્ઠિત કરીને તેમના ચરિતગાનને શેભાવી મૂક્યું.
આપણી જાત્રા-કથામાં અનેક શિક્ષણ છે. એ શિક્ષણ આપણે ત્યજી શકીએ નહિ, એટલું જ નહિ પણ તેને નવું સ્વરૂપ આપી નવું કર્તવ્ય શિક્ષણ આપવું જોઈશે. દેવતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com