________________
૧૯૪
ભારતધમ
સમાજની ભક્તિને પાત્ર થયું છે. એમ જે ગૌરવ એણે પ્રાસ કર્યું" છે, તે તપસ્યા દ્વારા કર્યું છે અને એ ગૌરવ-રાજ્ય ચક્રવતી પણા કરતાં પણ મેટુ' છે.
એ ગૌરવ ગુમાવી બેસી જ્યારે આપણે ગાંસડાં-પાટલાં માંધી ભયભીત ચિત્તે ખૂણામાં આવી ભરાયા, એજ સમયે અંગ્રેજને આવવાનું પ્રયાજન થયુ. અગ્રેજને પ્રબળ આ ઘાતે કરી પલાયન કરનાર આ ભીરુ સમાજનાં ક્ષુદ્ર આવરણુ અનેક સ્થાનેથી તૂટી ગયાં છે. મહારના ભયથી ભાગી જેમ જેમ દૂર ગયા, તેમ તેમ એ ભય હા હા કરીને ગરદન ઉપર આવીને તૂટી પડયા-એને ઠેલી કાઢવાની કેાની શક્તિ હાય ! એ ઉત્પાતથી આપણા કિલ્લા તૂટી પડા, અને એમાંથી એ વસ્તુ આપણને સ્પષ્ટ થઇ. આપણી કેવી આશ્ચર્યશક્તિ હતી તે આપણને સ્પષ્ટ થઈ અને આપણે કેવા આશ્ચય રીતે અશક્ત થઈ પડયા છીએ તે પણ સ્પષ્ટ થતાં વાર લાગી નહિ.
આજ આપણે સ્પષ્ટ રીતે સમજી શક્યા છીએ કે, ઘરમાં અંગ ઢાંકીને બેસી રહે આત્મરક્ષા કરી શકાય નહિ. પેાતામાં રહેલી શક્તિને સ` રીતે જાગ્રત કરવી, ચલાવવી એજ આત્મરક્ષાના સાચા ઉપાય છે; એજ વિધાતાને નિયમ, અંગ્રેજ ત્યાં સુધી આપણા ચિત્તને અભિભૂત કરશેજ, જ્યાંસુધી આપણું ચિત્ત જડત્વ ત્યજી તેના પેાતાના ઉદ્ય સમાં કામ નહિ મંડે, ખૂણે બેસી કેવળ ગયું ગયું ? મેલીને હાહાકાર કરી મરવાથી કઇ ફળ થનાર નથી. સવ વિષયમાં અંગ્રેજનુ અનુકરણ કરી કપટવેશ ધારણ કરી ખચવાની ચેષ્ટા કરવી તે તેા પેાતાનેજ છળવાની વાત છે. આપ ણે અસલ અંગ્રેજ થઇ શકવાના નથી, નકલી અંગ્રેજ થયે આપણે અંગ્રેજને હઠાવી શકવાના નથી.
આપણી બુદ્ધિ, આપણુ હૃદય, આપણી રુચિ પ્રતિ દિન પાણીને મૂલ્યે વેચાય છે, તે અટકાવી દેવાને માત્ર એકજ ઉપાય છે. આપણે પાતે જે છીએ, તેજ સજ્ઞાન ભાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com