________________
સ્વદેશી સમાજ
૧૮૯
છે; પણ જો એ રા-ફૂટ નિષ્ફળ જાય તે શું બધું પતી ગયું ? દેશને ખડિત કરી નાખે તે અમંગળ થવાના જે સ'ભવ છે, તેને દૂર કરવાને માટે દેશમાં ક્યાંય કશીય વ્યવસ્થા થશે નહિ. વ્યાધિનું બીજ બહારથી આવીને શરીરમાં ન ભરાય એ તે સારૂંજ છે, પણ કદી ભરાઈ પેઢું' તેા લાત મારી તેને કાઢી નાખવાની, ફરી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની શક્તિ શું નથી ? એ શક્તિ જો આપણે સમાજમાં સુદૃઢ સુસ્પષ્ટ કરી દઈએ, તે મહારથી કાઈ મંગાળાને નિર્જીવ કરી શકે નહિ, સમસ્ત વાતે આરાગ્ય આપવુ, ઐયને આકષી રાખવુ, સૂચ્છિતને સચેતન કરી દેવુ એ તે એનુ કર્તવ્ય છે. આજકાલ વિદેશી રાજપુરુષ સત્કના ઈનામરૂપે આપણને ઉપાધિ આપે છે, પણ સત્કમને માટે સાધુવાદ અને આશીર્વાદ આપણે સ્વદેશ પાસેથીજ પામીએ, તેા જ સાચા ધન્યવાદ છે. સ્વદેશ ધન્યવાદ આપે એવી શક્તિ આપણે આપણા સમાજમાં જો સ્પષ્ટ રીતે સ્થાપીએ નહિ, તે હંમેશની પેઠે એ સાÖકતાથી આપણે વાચિત રહીશુ. આપણા દેશમાં કયારે ક્યારે સામાન્ય કારણે હિન્દુ-મુસલમાનમાં વિરોધ ઉઠે છે, એ વિરાધ મટાડી દઇ મને પક્ષમાં પ્રીતિશાન્તિ સ્થપાય અને પક્ષ પોતપોતાના અધિકાર નિયમિત કરી દે, એવું વિશેષ કર્તુત્વ સમાજના કોઇ પણ સ્થાને જો ના થાય, તેા સમાજ વારેવારે ક્ષતક્ષિત થઇ ઉત્તરોત્તર દુખળ થતા જાય.
પેાતાની શક્તિમાં અવિશ્વાસ કરતા નહિ. નક્કી જાણજો કે, સમય આવ્યે છે; નક્કી જાણજો કે ભારતવષ માં ઐક્ય માંધવાના ધમ હંમેશને માટે રહેલા છે. નાના પ્રકારની પ્રતિકૂળ સ્થિતિમાં આવી પડ્યા છતાં, ભારતવર્ષ ખરાખર પેાતાની વ્યવસ્થા કરી શક્યું છે; તેથીજ આજે રક્ષા પામ્યું છે. એ ભારતવષ ઉપર મને વિશ્વાસ છે, એ ભારત વ આજ આ ક્ષણે ધીરે ધીરે નૂતનકાળની સાથે પેાતાના પુરાતન આશ્ચર્યને એકરૂપે ગાંઠતું આવ્યું છે. આપણે પ્રત્યેક સજ્ઞાનભાવે તેમાં હાથ દઇએ-જડ થઇને વા વિદ્રોહને ભયે તેમાં જરાયે વિરુદ્ધંતા ન કરીએ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com