________________
સ્વદેશી સમાજ
૧૮૭
આવી સ્થિતિમાં વ્યક્તિગત પ્રયત્નને અમુક માર્ગે આકર્ષણ કરી લેવા માટે એક કેન્દ્ર દેવું જોઈએ. આપણું સમાજમાં કઈ પણ મંડળ એ કેન્દ્રનાં સ્થળ ઉપર અધિકાર ભગવતું નથી. આપણા દેશનાં અનેક મંડળ શરૂઆતના ઉત્સાહના ધકકાને બળે કે અનેક ફૂલ ફૂટાવે છે, પણ છતાંયે તેને ફળ આણું શકતાં નથી. એનાં ઘણાં કારણે છે, પણ એક મુખ્ય કારણ એ છે કે, આપણું મંડળની પ્રત્યેક વ્યક્તિ પોતાના મંડળના ઐક્યનું દહભાવે રક્ષણ કરી શકતી નથી-શિથિલ જવાબદારી પ્રત્યેકને ખભેથી ખસી પડે છે ને આશ્રય પામવાનું સ્થાન એને જડતું નથી.
આપણે સમાજ હવે એ પ્રકારે ચાલશે નહિ. કારણ કે બહારથી જે ઉદ્યત શકિત દરરોજ સમાજને પિતાને કરતી જાય છે, તે શક્તિ અકબદ્ધ દઢ છે; એણે આપણું શાળાઓથી માંડીને હમેશની દુકાન અને બજાર સુધી પિતાને અધિકાર જમાવી પિતાનું જ આધિપત્ય સ્થલ સૂક્ષ્મ આકારે સ્થાપી દીધું છે. એની વિરુદ્ધ સમાજની આત્મરક્ષા કરવી હોય તે અત્યંત નિશ્ચિતભાવે એ સમાજને પિતાને ઉભે કરવો પડશે. એમ કરવાને એક ઉપાય છે એક વ્યકિતને અધિપતિત્વ સમર્પવું, સમાજના પ્રત્યેકને એ જ એકમાં પ્રત્યક્ષ કરવું, તેને સંપૂર્ણ શાસનનું વહન કરવામાં અપમાન ન માનતાં સ્વાધીનતાનું અંગ સમજવું.
એ સમાજ પતિ કદી સારે હોય, કદી નરસે પણ હોય; પણ સમાજ જે જાગ્રત રહે, તે એકંદરે કઈ પણ વ્યક્તિ સમાજનું સ્થાયી અનિષ્ટ કરી શકે નહિ. વળી, એમ અધિપતિને અભિષેક એ સમાજને જાગ્રત રાખવાને સહજ ઉપાય છે. સમાજ અમુક એક સ્થાનમાં પિતાનું એકયા પ્રત્યક્ષભાવે પ્રાપ્ત કરે તે એની શકિત અજેય બની જાય.
એની નીચે દેશને ભિન્ન ભિન્ન અમુક અંશમાં ભિન્ન ભિન્ન નાયક જાય. સમાજના સમસ્ત અભાવ–મેચન, મંગળકર્મ–સાધન અને વ્યવસ્થા રક્ષણ તેઓ કરે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com