________________
ભારતવર્ષને ઈતિહાસ
૧૫૫
Mw
જે બધા દેશ ભાગ્યશાળી છે તે તે પિતાના પુરાતન સ્વદેશને દેશના ઇતિહાસમાંથી રોધી કાઢવા પામે છે. નાનાપણથી બાળકને ઇતિહાસજ તેના દેશ સાથેનું એાળખાણ કરાવે. આપણા દેશમાં બરાબર એથી ઉલટું દેશના ઈતિહાસેજ આપણું સ્વદેશને સંતાડી રાખ્યો છે. મહમુદની ચઢાઈથી માંડીને લોર્ડ કર્ઝનના અભિમાની દિલ્હી દરબાર સુધીને ઈતિહાસ એજ આપણા દેશને ઇતિહાસ ! પણ એ તે ભારતવર્ષ ઉપર ઉડી આવેલા વંટોળીઆને ઈતિહાસ–એ આપણને આપણું દેશની કશી ઓળખાણ કરાવી શકે નહિ, એ તે દેશની ઓળખાણ ઉપર ધૂળ છાવરે, એટલું જ. એ ઇતિહાસ કૃત્રિમ વીજળીને દીવ લાવીને એવી જગાએ ધરે કે તેથી આપણે ઇતિહાસની સાચી દિશાઓ ઉપર તે અંધારૂં જ રહે, ને દેખાય માત્ર અંધારામાંથી તરી આવતાં નવાબની વિલાસશાળામાં નાચતી નતકીઓનાં હીરા-મેતી, બાદશાહના દારૂના પ્યાલામાંથી નીકળતાં ફેણ ને ઘેનથી તથા જાગરણુથી થયેલી બાદશાહની લાલચોળ આંખો. એ ઈતિહાસે ઉભા કરેલા અંધારામાં આપણું પ્રાચીન દેવમંદિરોનાં શિખર ઢંકાઈ જાય ને બાદશાહે પિતાની પ્રિયતમાના પડદા ઉપર ઉભી કરેલી આરસની કબરોનાં કોતરણીવાળાં શિખરે ગગન ચુંબતાં નજરે પડે. એ અંધારામાં ઘડાની ખરીઓના અવાજ, હાથીઓના બરાડા, હથિયારના ખડખડાટ, ઘર સુધીના તંબુઓની હારને સફેદ રંગ, કિનખાબની ચાદરોને ચળકો રંગ, મરિજદના ફીણ જેવા સફેદ પથ્થરના મંડપ, બેજાઓની ચેકીવાળાં ચૂપ અને ભેદભર્યા અંતઃપુરે-આ સી વિચિત્ર નાદ, વિચિત્ર રંગ, વિચિત્ર ભાવ. એને શું ભારતવર્ષને ઇતિહાસ કહે? ખરે, એ તે માત્ર પા ઘડીની ઈન્દ્રજાળ છે. અરેબીઅન નાઇટ્સની કથા જેવી આ કથાએ ભારતવર્ષના સાચા ઇતિહાસને ઢાંકી રાખે છે, ને એ કથાઓ માત્ર આપણું વિદ્યાથીઓના નસીબમાં પરીક્ષાઓને માટે ગેખવાની રહી છે. પછી જ્યારે પ્રલય-રાત્રે મેગલે પઠાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com