________________
નવું વર્ષ
૧૫n
ખરીદી લઈ ગુલામ બનાવવા ઈછે ! એ સામા ઉપર માત્ર પ્રહાર કરે, સામાના પ્રહારની બીકે રાતદહાડે તે બખ્તર ને હથિયાર સજી કાંટાળું બને આત્મરક્ષાને કારણે પોતાના પક્ષના લોકને પણ એક પ્રકારની ગુલામગીરીમાં બાંધી મૂકે. એની અસંખ્ય સેના એ મનુષ્યત્વને દળી નાખનારું મહાભયંકર જંત્ર. એવું રાક્ષસી “કડમ” કેઈ કાળે ભારતવર્ષની તપસ્યાને અંતિમ વિષય હતે જ નહિ; કારણ કે આપણે જનસમાજ બીજા દેશ કરતાં વાસ્તવિક રીતે જ વધારે સ્વતંત્ર હતું. આજે પણ અનેક તિરસ્કાર થતે પણ એ “ફ્રીડમ” આપણા સમાજનું અંતિમ લક્ષ્ય બની શકશે નહિ. ના બને એજ સારૂં. એ “કીડમ” કરતાં જે ઘણું ઉંચું, ઘણું વિશાળ મહત્ત્વ-જે મુકિત ભારતવર્ષની તપસ્યાનું ધન, એને જે આપણે આપણા સમાજમાં નેતરી લાવીએ, આપણું અંતરમાં ઉતારીએ, તે ભારતવર્ષના નાગા પગની ધૂળ વડે પૃથ્વીના મોટા મોટા રાજમુકુટ પણ પવિત્ર બનશે.
નવા વર્ષ સંબંધેના મારા વિચારે હું અહીંજ સમાપ્ત કરું છું. આજે આપણે પુરાતનમાં પ્રવેશ કરીએ છીએ, કારણ કે પુરાતન જ નવીનતાને અક્ષય ભંડાર છે. આજે જે નવપલ્લવનાં ઉત્સવવશ્વ વનલક્ષમીએ ધારણ કર્યા છે, એ વસ્ત્ર આજનાં નથી–જે ઋષિ કવિઓએ ત્રિસ્તુભ છંદમાં તરુણું ઉષાનાં વંદનગાન ગાયાં છે, તેઓએ પણ વનલક્ષમીને આ સુંવાળાં પીળાં-લીલાં વસ્ત્રોમાં સજાયેલી જોઈ છે. ઉજજયિ નીના ઉદ્યાનમાં કાલિદાસની મુગ્ધ દષ્ટિ સામે વાયુએ કંપતાં લેથી બહેકી ઉઠતી દિશાઓ બાલસૂર્યનાં કિરણોથી ઝળહળી ઉઠી હતી. નવીનતાની અંદર પુરાતનને અનુભવ્યું અને માપ યૌવનસમુદ્રમાં આપણું જીણું જીવન સ્નાન કરવા પામે. આજના નવા વર્ષમાં હજારો પુરાતન વર્ષોને અનુભવ્યેજ આપણું દુર્બળતા, આપણી લાજ, આપણાં લાંછન, આપણું ભેદ ટળશે. માગી આણેલાં ફૂલપાનથી ઝાડને સાજ સજાવીએ તે આજ હેય, કાલે ના હોય; એવી નવીનતાને નાશ થતે કેઈથી અટકાવાય નહિ. નવું બળ, નવી સુંદરતા બીજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com