________________
૧૪૮
ભારતધર્મ
ને હલકા લેકને વિચાર કરે ને માને કે તેમનાં દુઃખ અને અપમાન આપણામાં પણ છે. પણ એકવારે એ વાત ખોટી છે. ભારતવર્ષમાં કર્મના ભેદ છે, જ્ઞાતિના ભેદ નકકી થયેલા છે, માટે જ તે ઉંચી જાતના લેકને નીચી જાતના લેકનું અપમાન કરવાનું કશું કારણ નથી. માટેજ બ્રાહ્મણના છોકરાને ધાબી કાકા હોય છે. એકબીજા વચ્ચેની ભેદની લીટીઓ એની મેળેજ જળવાય છે. એકબીજામાં જવા-આવવાને સંબંધ; માણસ માણસના હૃદયને સંબંધ વગરવધે ચાલ્યા કરે છે; પિતાના નહિ એવી બીજી જાતિના લેકના હાથપગ એથી જ ઉપલી જાતિને લેક ભાગી નાખતા નથી. જગતમાં નાનામોટાને ભેદ રહેવાને જ હોય; સ્વાભાવિક રીતે જ બધેય નાનાઓની સંખ્યા વધારે ને મટાઓની સંખ્યા ઓછી રહેવાની જ હોય, તે તે સમાજના મોટા ભાગને અમર્યાદાની લાજમાંથી ઉગારી લેવાને જે ઉપાય ભારતે શોધી કાઢયો છે, એ શ્રેષ્ઠ જ છે એમ માનવું પડશે.
યુરેપમાં અમર્યાદાને પ્રભાવ એટલે સુધી વ્યાપી ગયે છે કે ત્યાં આજે અમુક સ્ત્રીઓ સ્ત્રીરૂપે જન્મી છે તેથી પણ લાજ પામે છે. ગર્ભ ધારણ કરે, સ્વામીની તથા સંતાનની સેવા કરવી એમાં પણ એને સંકેચ લાગે છે. અમુક કામ મોટું નથી, માણસ મટે છે; માણસાઈ સાચવીને કામ કરાય તે એમાં અપમાન નથી–ગરીબાઈમાં લાજ નથી, સેવામાં લાજ નથી, હાથે કામ કરવામાં લાજ નથી, કામમાં
અવસ્થામાં સહેજે માથું ઉંચું રાખી શકાય, એ ભાવ યુરોપમાં મળે નહિ. એજ કારણે બળીઆ કે બળહીન સૈ શ્રેષ્ઠ થવાને માટે સમાજમાં નિષ્ફળતા, અપાર વૃથા પ્રવૃત્તિઓ અને આત્મઘાતી ઉદ્યમે કર્યો જ જાય છે. ઘર વાળવું, પાણું ભરવું, ભાઈભાંડુને ને અતિથિને ખવરાવીને પછી ખાવું, એ યુરોપની આંખમાં જુલમ ને અપમાન લાગે છે. આપણે હિસાબે તે એ ગૃહલક્ષમીને ઉચે અધિકાર છે. એમાં જ એ પુણ્ય માને છે, એમાં જ એ માન સમજે છે. સાંભળ્યું છે કે, વિલાયતમાં એવાં બધાં કામ કરવામાં જે લેક પડયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com