________________
ભારતવમ
કારણે પણ આપણાં મન બગડયાં છે. જેમ આપણે જ્યારે ત્યારે વખતે કે કવખતે, જરૂરે કે બીનજરૂરે બૂમ પાડી ઉઠીએ છીએ કે “અમે રાજ ભકત !” પણ ભકિત કરવી કેની તેનું તે ઠેકાણું પણ નહિ-કાયદાના પિથાની કે કમિશ્નર સાહેબના ચપરાસીની કે પોલીસના હવાલદારની ? સરકાર છે તે ખરી, પણ તેમાં માણસ કયાં? હૃદયને સંબંધ જેડ કેની સાથે ? ઑફિસને છાતી સાથે ભીડાય નહિ. વચ્ચે વચ્ચે અપ્રત્યક્ષ રાજાનું મરણ થાય કે અભિષેક થાય ત્યારે તે વખતે ફંડ ઉઘરાવવાને બહાને રાજભકિત દેહી લેવાના પ્રયત્ન થાય. બીકના માર્યા સૂકી ભકિત ઢાંકવાની અતિશયોક્તિ માટે પણ રાજપાત્રને કાન સુધી ભરી આપવું પડે. જે વાત સ્વાભાવિક નથી, તેને પૂરવાર કરવા જતાં લેક વધારે જોરથી બૂમ પાડી ઉઠે-એ વાત તે ભૂલી જ જાય કે ધીરા રાગમાં બેસૂરે સૂર પકડાઈ જતાં વાર લાગે, બૂમ પાડવામાં એ બેસૂરે સૂર ચારગણે ગાજી ઉઠે.
પણ આ પ્રકારની અતિશકિતમાં આપણે એકલાને દેષ નથી. એથી પરાધીન જાતિની ભીરુતા ને હીનતા તે દેખાઈ આવે છે, પણ એ અવસ્થામાં આપણા રાજ્યાધિકારીઓની મોટાઈ અને સત્ય નેહ કંઇ દેખાઈ આવતે નથી. તળાવનું પાણી સપાટીમાં નથી એવી વાત કોઈ મૂરખ ગંભીર બનીને કરે, તે પણ એના સરદાર વિના બીજે કેણ આવી વાત માને? આજકાલ આપણા લેક કહે છે કે અમે તે રાજભક્ત-અમે તમારી પગરજ તળે વેચાયેલા દાસ ! ને સામ્રાજ્યને મદે મત્ત થયેલા અંગ્રેજ એવી વાત સાંભળવા ચહાય, એટલું જ નહિ પણ એવી વાતે દુંદુભી વગાડીને જગતને સંભળાવે !
આ બાજુએ આપણા ઉપર પાઈભારને વિશ્વાસ એમના મનમાં નથી, આટલા મોટા દેશને હથિયાર વિનાને કરી મૂક બારણે એકાદ જંગલી ઘાતકી જનાવર આવી ચઢે, તે ઘરને આગળ મારી અંદર પેસી જવા વિના આપણને બીજો ઉપાય ન મળે, અને જગતના મેં સામે સામ્રાજ્યનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com