________________
ભારતધામ
નહિ, એટલે એની સરખામણી કરવી તેની સાથે ક્યા ઈતિહાસને પુરા મૂકીને એના પરિણામનું માપ કાઢવું? બીજી બધી સભ્યતા તે એક દેશની સભ્યતા–એક જાતિની સભ્યતા. એ જાતિએ જ્યાં સુધી ઇંધણાં બેઠવ્યાં છે, ત્યાંસુધી તે તે બળતી રહી છે, ત્યાર પછી તે હલવાઈ ગઈ કે રાખ થઈ પડી છે. યુરોપિયન સભ્યતાના હામના અગ્નિમાં સમિધા હોમવાને ભાર લીધે છે અનેક દેશોએ, અનેક જાતિઓએ; ત્યારે આ યજ્ઞહુતાશન શું હેલવાશે, કે વ્યાપી જઈને સમસ્ત પૃથ્વીને ગળી જશે? આ સભ્યતામાં પણ કામ કરવાની શક્તિ તે છે, કોઈ પણ સભ્યતા આકારપ્રકાર વિનાની તે હોઈ શકે નહિ; પિતાનાં સર્વ અંગને એ હલાવે ચલાવે એવી કઈ શક્તિ જરૂર તેનામાં છે. એ શક્તિના વિજયપરાજય ઉપર જ એ સભ્યતાની ઉન્નતિનાશને આધાર રહેલે છે. એ શકિત કઈ? એની અનેક ચેષ્ટાઓનું અને સ્વતંત્રતાનું એકતાસૂત્ર કયાં આગળ છે? - યુરેપિયન સભ્યતાને દેશ દેશમાં ખંડ ખંડ કરીને જોઈએ તે બીજા બધા વિષમાં તેની સ્વતંત્રતા અને વિચિત્રતા નજરે પડે, માત્ર એકજ વિષયમાં જ તેમાં એકતા દેખી શકાય અને તે તેને રાષ્ટ્રીય સ્વાર્થ છે.
ઈગ્લાંડ અથવા ટ્રાન્સ કહે કે બીજા બધા વિષયમાં જનસાધારણમાં અભિપ્રાયને મતભેદ હોઈ શકે, પણ પિતાના રાષ્ટ્રના સ્વાર્થનું પ્રાણબળે રક્ષણ કરવાનું આવે, પિષણ કરવાનું આવે, ત્યાં મતભેદ ચાલે નહિ. ત્યાં જ તેઓ એકમ, તેઓ પ્રબળ, તેઓ નિષ્ફર ત્યાંજ ઘા લાગે સમસ્ત દેશ એક મૂર્તિ ધારણ કરીને ઉભે થાય. આપણામાં જેમ જાતિનું રક્ષણ કરવાનું બળ સંસ્કારને બળ આવે છે, તેમ એમના માં પણ રાષ્ટ્રના સ્વાર્થનું રક્ષણ કરવાનું બળ અંદરના સં. સ્કારથીજ સૌની અંદર આવે છે.
ઈતિહાસના ક્યાં છુપા નિયમે કરીને અમુક દેશની સભ્યતા અમુક ભાવને ગ્રહણ કરે છે, એ નક્કી કરવું બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com