________________
६-भाषणबंधी
આજે હું જે ભાષામાં લેખ વાંચવા ઉ થયે છું તે ભાષા છે કે છે તે બંગાળીની ભાષા, દુર્બળની ભાષા, જિતાયલી જાતિની ભાષા, પણ તે ભાષાથી આપણા રાજકારભારીઓ ભડકે છે. તેનું એક કારણ એ છે કે, તેઓ એ ભાષા સમજતા નથી. અને જયાં અજ્ઞાનનું અંધારું, ત્યાં જ આશંકાનું ભૂત,
કારણ ગમે તે હોય, પણ જે ભાષા આપણુ રાજકારભારીઓ સમજતા નથી અને જે ભાષાથી તેઓ મનમાં ને મનમાં ડરતા રહે છે, તે ભાષામાં એમને માટે બોલતાં એથીયે વધારે હું ડરું છું. કારણ કે આપણે શા ભાવે શું બેલીએ છીએ, આપણે માત્ર ને વેઠાતી વેદનાની વરાળ કાઢીએ છીએ કે સ્પર્ધાના ઉદ્ગાર કાઢીએ છીએ તેને ન્યાય કરવાનું કામ એમનું છે, અને એ ન્યાયનું ફળ કઈ જેવું તેવું નથી.
આપણે બંડખોર નથી, વીર નથીમને લાગે છે કે મૂર્ખ પણ નથી. ઉચા થયેલા રાજદંડ નીચે પલાઈને કમોતે મરવા પણ રાજી નથી. પણ આપણા દંડધારી રાજપુરુ ભાષાને સીમાડાની હદ બાંધીને શાન્ત બેઠા છે કે નહિ તે હું બરાબર જાણુ નથી. હું એ પણ જાણતા નથી કે, સીમાડે કયાં આગળ ઓળંગવાથી રાજપુરુષને દંડ મારા ઉપર આવી
* “સીડીસ બિલ પસાર થવાનું હતું તે પ્રસંગે ટાઉન હૅલમાં વાંચેલે નિબંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com