________________
ભારતધર્મ
તે આપણી શક્તિ પણ નથી, પણ દળ બાંધ્યે બળ વધે, અને તેથી લેક શ્રદ્ધા કર્યા વિના રહે નહિ. જ્યાં સુધી શ્રદ્ધા પેદા કરાવી શકીએ નહિ, ત્યાંસુધી ન્યાય મેળવવું કઠણ છે.
પણ રેતીને બાંધ બાંધ શી રીતે ? જે લોક વારંવાર હારી ગયા છે, કદી એકઠા થવાનું શીખ્યા નથી, કુસંપનાં બીજ જેમનામાં અનેક કાળથી રોપાયાં છે તેમને એકઠા કરવા શી રીતે? પાશ્ચાત્યને આપણા દુઃખની પરવા નથી અને એસડ આપીને દુઃખ ટાળવાને બદલે કઠણ ધા કરી કરીને આપણું વેદના ચારગણું વધારી મૂકવાના પ્રયોગ કર્યા કરે છે, એ કારણે ઉત્તરથી દક્ષિણ સુધીનાં ને પૂર્વથી પશ્ચિમ સુધીનાં સી હિંદુજાતિનાં હૃદય રેજરેજ ખેંચાઈ એકઠાં થતાં જાય છે, પણ માત્ર એટલાથી કાજ સરે નહિ. આપણી જાતિ હજીયે અચળ અડગ થઈ ઉઠી નથી. અચળ અડગ ભેયમાંજ મજબૂત ઘરને પાયો નાખી શકાય, રેતીવાળી જમીનમાંના પાયાને વાવાઝોડું ઝટ ઉખાડી નાખે. મને લાગે છે કે, આપણે પાયે હજી મજબૂત જમીનમાં પેઠે નથી.
હું જાણું છું કે, બહુ કાળની પરાધીનતાએ પીસાઈને આપણું જાતીય મનુષ્યત્વ લેટ થઈ ગયું છે, હું જાણું છું કે, અન્યાયની વિરુદ્ધ ઉભા થવા જઈએ તે સૌથી મોટો ભય તે આપણી પોતાની જાતિનેજ છે. જેમના હિતને માટે પ્રાણ આપવા તૈયાર થઈશું, તેજ લેક પીડા ઉભી કરશે, જેમને આપણે મદદ કરવા જઈશું તેજ પિતે મદદ કરશે નહિ, બાયલા સાચી વાત બેલશે નહિ, પીડાતા પિતાની પીડા સંતાડી રાખશે, કાયદે પિતાને વજદંડ ઉચે કરશે, જેલખાનું આપણને ગળી જવા પિતાનું મેં વિકાસશે. પણ તેય ન્યાયને વહાલે કરીને આપણામાંના બે-ચાર જણ છેવટ સુધી અચળ ઉભા રહી શકે તે આપણી જાતિને એક કરવાને પા નાખી શકાય.
હિંદુમુસલમાનના વિરોધ વિશે કે હિન્દી અને અંગ્રેજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com