________________
૧૬
સિદ્ધસેનસૂરિના માદશાહી વૈભવ મને આચારની શિથિલતાની જાણ તેમના ગુરુ વૃદ્ધવાદીસૂરિને થઈ. તેમને લાગ્યું કે આ મેાજશે!ખ વધુ વખત ચાલશે તે શિષ્યનું પતન થશે, તેનું જીવન ખરામ થશે. વળી સિદ્ધસેન જેવા પ્રખ્યાત આચાયનું અનુકરણ બીજા સાધુ કરતા થઈ જાય તેા ત્યાગધર્મનાં મૂલ પણ ઘટી જાય. સાધુએ પરિગ્રહ રાખતા થાય એટલે સમાજમાં સડો પેઢાજ સમજવા. આવા સમાજ જતે દિવસે ભ્રષ્ટ થઇ અધેાગતિએ પહાંચવાના. માટે જેમ બને તેમ વહેલા સિદ્ધસેનને સત્ય માર્ગે વાળવાની જરૂર છે.
આમ વિચારી ઘરડા છતાં શિષ્યનું ભલું કરવાની બુદ્ધિએ વૃદ્ધવાદીસૂરિ કપૂર તરફ આવવા નીકળ્યા. કર્માંરપૂર આવીને તેમણે સિદ્ધસેનસૂરિને ઠાઠમાઠ પૂર્વક સુખાસને બેસીને રાજદરબારે જતા ોયા. આજીમા ચમ્મર ઉી રહ્યાં છે. ભાટચારણા તેમનાં યશેાગાન ગાય છે. હજારો લોકો તેને જ્યજયકાર કરે છે. કેટલાક તેમની પાલખી ઉપાડવા માટે ધક્કામૂક્કી કરે છે. તેમની એક મીઠી નજર માટે સર્વ તલસી રહ્યા છે. આવા વિદ્વાન પુરૂષ પશુ ભૂલ કરે છે તે જોઈ ગુરૂને અત્યંત ખેદ થયા.
વૃદ્ધવાદીસૂરિ પોતાના આધા વગેરે સંતાડી દઈ સામાન્ય માણુસની પેઠે લેાકેાના ટાળામાં ઘુસ્યા. પાલખી નજીક જઈ એક માણસને દૂર કરી પેતે પાલખી ખલે ઉપાડી ચાલવા લાગ્યા. વૃદ્ધત્વની અશક્તિને લીધે તેમને ખભા ઉંચા નીચા થવા લાગ્યા. આથી પાલખીમાં બેઠેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com