________________
આચાર્યશ્રીની દીનપ્રતિદીન ચડતી કળા કેટલાક ઈર્ષાળુ બ્રાહ્મણે જોઈ ન શક્યા. ગુર્જરેશ્વર કુમારપાળ એક જેન યતિની સલાહ પ્રમાણે ચાલે એ તેમને અણઘટતું જણાયું. એથી તેઓ આચાર્ય વિરૂદ્ધ રાજાના કાન ભંભેરવા લાગ્યા. તેમનાં છિદ્રો શોધી રાજા પાસે ચાડી ખાવા લાગ્યા.
એક દિવસ એક બ્રાહ્મણ રાજસભામાં આવી બે કે મહારાજ આ ચેન લેકે પ્રત્યક્ષ સૂર્યદેવ છે તેને પણ માનતા નથી, તો બીજા દેવને તો ક્યાંથી જ માને ! તેઓ તે નાસ્તિક છે.
રાજાએ આચાર્યશ્રીની સામે જોતાં તેઓ બોલ્યા કે રાજન્ ! હૃદયમાં રહેલું મહા પ્રકાશક મહાસૂર્યનું ધામ (તેજ) તેની તે અમેજ ઉપાસના કરીએ છીએ. તેનું લક્ષણ સ્પષ્ટ રીતે બહારથી પણ જણાય છે. સૂર્યને અસ્ત થયા પછી અમે ભેજનને ત્યાગ કરીએ છીએ. માટે આપ વ્યાજબી રીતે વિચાર કરી જુઓ કે સૂર્યના ખરા ભક્ત અમે છીએ કે રાત્રિએ ભજન કરનારા આ બ્રાહ્મણે છે !
આ જવાબ સાંભળી પેલે બ્રાહ્મણ ચૂપ થઈ ગયો અને ફરીથી આ તેજસ્વી આચાર્યનું નામ નહિ લેવાની મન સાથે ગાંઠ વાળી.
એક વખત એક બીજા બ્રાહ્મણે આચાર્યની મશ્કરી કરી કે હાથમાં દંડ ને ખભે કામળ ધારણ કરતા હિમાચાર્યરૂપી ગોવાળ તમારી રક્ષા કરે. આ સાંભળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com