________________
૧૫.
શેરિસા એક વખત પ્રજ્ઞાપુર નામે મહાન નગર હતું જેની એક સાંકડીશેરી તરીકે કડી ઓળખાતું હતું. અનેક એતિહાસિક બાબતેને સાચવી રહેતું શહેર ત્રણ વરસ ગુપ્ત રહી પાછું પ્રસિદ્ધિને પામ્યું છે. અમદાવાદના એક ધર્મ પ્રેમી સાજને ત્યાં ભવ્ય જિનાલય બંધાવવા માંડયું છે.
અહીંથી થોડે દુર વામજ નામે ગામ છે. જ્યાંથી સંપ્રતિ રાજાના વખતની મૂર્તિઓ નીકળી આવી છે.
ઉત્તર ગૂજરાતમાં આ તીર્થો જેમાં તેની રાજધાની અમદાવાદ તરફ વળીએ. જેનપુરીના નામથી ઓળખાતા. આ શહેરમાં ૩૦૦ થી ૩૫૦ જેટલાં જિનમંદિર છે, તેમ જ અનેક ઉપાશ્રય, પાઠશાળાઓ ને બીજી ધાર્મિક સંસ્થાઓ ચાલી રહી છે. દિલ્હી દરવાજા બહાર હઠીભાઈની વાહમાં બાવન જિનાલયવાળું જેન મંદિર તેની કતરણી તથા બાંધણથી ખુબ વિખ્યાત છે. એ ઉપરાંત સમેત શિખરની પિળમાં લાકડાંની કતરણીવાળું દહેરાસર, જગવલ્લભજી પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, શામળા પાર્શ્વ નાથ, અજિત નાથજીનું મંદિર, સરસપુરનું મંદિર પણ જોવાલાયક છે. તીર્થોની વ્યવસ્થા કરનાર સમસ્ત જૈનસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ અહીં છે. જ્ઞાનભંડારની સંખ્યા બહુ સારી છે. અહીંથી થોડે દૂર આવેલું ખંભાત પણ લાંબા વખતથી જૈનેની જાહેજલાલી સાચવી રહ્યું છે. ત્યાં સો જેટલાં જૈનમંદિરે આજે પણ જોઈ શકાય છે. સ્થંભન પાર્શ્વનાથનું એ તીર્થ છે. અહીંના જ્ઞાનભંડારે પણ ખુબ કિમતી છે. અહીંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com