________________
મેઢામાં કાંઈક ભક્ષ્ય પદાર્થ પણ જે. એટલે અનુમાન કર્યું કે શુકન ઘણા સારા થાય છે. નક્કી અર્ધા મારગેથી પાછું વળવું પડશે. તેના મનમાં આનંદ થયે.
સસરા રથ ઝપાટાબંધ હાંયે જાય છે. એવામાં એક ખુબ ફળેલું મગનું ખેતર આવ્યું. તે જોઈ તે બેલ્ય: આ ખેતરના ધણને ઘણું ધાન્ય થશે. ત્યારે શીલવતીએ કહ્યું એ સાચું પણ એ ધાન્ય ઘણું ખાશે નહિ. સસરો વિચારવા લાગ્યા. ખેતરને ધણી હોય તે થોડું ઘણું ધાન્ય તે ખાય. છતાં આ વહુ આમ કેમ બોલે છે! તે અવળાબોલી ને અવિનીત લાગે છે. અત્યાર સુધી હું તેને ઓળખી ન શકો. આગળ જતાં સસરે બે વહુ! ઘણું કાદવવાળી નદી આવે છે માટે રથ પાણીમાં ચાલી શકશે નહિ. એટલે હેઠાં ઉતરે ને મેજડી ઉતારી નદી ઓળંગે. શીલવતી રથથી નીચે ઉતરી પણ મોજડી ઉતારી નહિ. સસરાએ ફરીવાર કહ્યું: વહુ! મેજડી બગડશે માટે ઉતારીને આવે. પણ શીલવતી મોજડી સહિત પાણી ઉતરી. સસરાના મનમાંથી તેનું માન વધારે છું થયું. પોતે કરેલું અનુમાન સાચું છે તેની ખાતરી થઈ. આગળ જતાં કોઈ સુભટ મળે. તેના શરીરે ઘણા ઘા પડેલા હતા. આ જોઈ સસરો બોલ્યા: શું શૂરવીર સુભટ છે ને! શીલવતી કહે, આના જે કાયર કેણ હશે ! કુતરાની પિઠે કુટાયા છે. સસરે આ સાંભળી વધારે ખેદ પામે કે આ દુષ્ટા હું બોલું છું તેથી અવળું જ બોલે છે. એને કાંઈ વળવિવેકની ખબર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com