________________
વાતે નીકળી ને મોડી રાતે બંને મિત્રે જુદા પડયા.
રસ્તામાં ચાલતાં ચાલતાં વસુદત્તને વિચાર આવ્યું કે સેમદેવે સહુથી પહેલાં કરંડિયાને સવાલ કેમ કર્યો? એમાં જેવી તેવી વસ્તુ હોય તે જાણવાની એટલી બધી જિજ્ઞાસા ન થાય. માટે જોઉં તે ખરો કે એમાં એવું શું છે? ઘેર જઈ તેણે કરંડિયે છે. પહેલાં રૂપાનાં ઘરેણા નીકળ્યાં. પછી સેનાના દાગીના નીકળ્યા. પછી ઝવેરાત ને છેવટે ઘણાંજ કિંમતી પાંચ રત્ન નીકળ્યાં. “અહાહા ! આટલું બધું ધન! આ ધન તે સાત પેઢી વાપરે તે પણ ન ખુટે!” તેનું મન ડગમગવા માંડયું. તેને વિચાર આવ્યો કે મારા દિલેજાન દેસ્તની એ મિલકત છે. વળી વિશ્વાસે મારે ત્યાં મૂકી શકે છે. માટે મારે આ વિચાર કરવો ન જોઈએ. ફરી વિચાર આવ્ય: મિત્રેય ઠીક છે ને વિશ્વાસ પણ ઠીક છે. આટલું ધન હશે તે મિત્રેય મળશે ને ધર્મ પણ કરી શકાશે. માટે આવી તક ગુમાવવી નહિ. રત્નને હાથમાં લેતાં ધ્રુજાટ છૂટયો. જાણે કોઈ અંતર કેરી ખાતું હોય એમ લાગ્યું. પણ એની અવગણના કરી અંદરથી રત્ન ઉપાડી લીધાં ને પાછો કરંડિયે હતો તેને તેજ બંધ કરી દીધે.
બીજા દિવસે સેમદેવ વસુદત્તને ત્યાં ગયે. “આવે સોમદેવ, આવો.” કહી તેણે આવકાર આપે. પણ હર વખત જેવી નિર્મળતા એ અવાજમાં ન હતી. નરી કૃત્રિમતાજ તરતી હતી. સોમદેવની દષ્ટિ નિર્મળ હતી. એટલે તેણે એ કાંઈ પારખ્યું નહિ. સોમદેવે કરંડિ માગે એટલે વસુદ તે આખે, અને કહ્યું કે એમદેવ!તારો કરંડિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com