________________
૧૬
ચંદનમાળા વગેરે સાધ્વીઓ ઉડી ઉપાશ્રયે ચાલી ગઈ. “આહા ! કેવી શાંતિ છે ! જન્મનાં વૈરીએ પણ વેર ઝેર ભૂલે. અહેા કેવું તેજ છે ! ગમે તેવા પાપીમાં પણ તે પ્રવેશે છે ને સારા ખાટાના વિચાર કરતા તેને મનાવે છે. આહા કેવી ગંભીરતા છે ! પૈસા વગેરેથી તાકાને ચઢેલાને ગંભીર બનાવે છે.” આમ વિચાર કરતી પ્રભુનું મુખ જોવામાં લીન બનેલી મૃગાવતીને સમયનું ભાન ન રહ્યું. પછી ધ્યાન મૂકયું. જોયું તેા અંધારૂ થઈ ગયું હતું. તરતજ તે ઉપાશ્રયે ગઇ ને સંથારો કરી સૂઇ ગએલાં ગુરૂણી ચંદનમાળાના પગ ચાંપવા લાગી.
ગુરૂણીએ કહ્યું ‘તારા જેવી કુટ્ટીન સ્ત્રીને આમ માડી રાત સુધી બહાર રહેવું ઠીક છે ?'
‘આયેાજી ! પ્રભુનું મુખ જોવામાં હું લીન ખની સમયનું ભાન ન રહ્યું. આ અસાવધાનતાનુંજ પરીણામ છે.’ એમ પશ્ચાતાપ કરતાં કરતાં મૃગાવતીને કેવળજ્ઞાન થયું,
સાધ્વી ચંદનમાળાની પાસે થઇ એક સર્પ જતા હતા તે તેણે કેવળજ્ઞાનથી જોયા. ચંદનબાળાના હાથ ઉંચા કર્યા. ચંદનબાળાએ હાથ ઉંચા કરવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે અહીંથી સપ જતા હતા એટલે મે હાથ ઉંચા કર્યા, ? એ સૂપ તે આવા ગાઢ અધ કારમાં કેવી રીતે જોયા ? ચંદનબાળાએ પ્રશ્ન કર્યો.
તમારા પસાયે થએલા કેવળ જ્ઞાનથી.’ આ સાંભળી ચોંદનબાળાને પસ્તાવા થયે કે મે કેવળજ્ઞાનીની આશાતના કરી. તે પણ પશ્ચાતાપ કરતાં કરતાં કેવળજ્ઞાનને પામ્યાં.
આવી મહાસતીના સદા જયજયકાર હા. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com