________________
દમયંતીના સહચારથી તેને આત્મા પ્રફુલ્લિત રહેવા લાગ્યો. સતી પણ પતિ સેવામાં નિમગ્ન રહી ધર્મ ધ્યાનમાં સમય વ્યતીત કરવા લાગી. કેઈ કઈ વખત ભૂતકાળના જીવન પર તેઓ દષ્ટિપાત કરતાં તે પૂર્વનાં કડવાં મીઠાં સ્મરણે તાજાં કરી તે આનંદ અનુભવતાં.
વખત જતાં તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેનું નામ પુષ્કર. પિતાના જે જ તે ગુણરત્નને ભંડાર જાણે નળની જ પ્રતિકૃતિ. પુષ્કર માટે થતાં નળરાજાએ તેને અયોધ્યાના તખ્ત પર બેસાડી રાજ્યમુગટ પહેરાવ્યો. અને વાનપ્રસ્થ બને. જતે દિવસે તેમણે સંપૂર્ણ ત્યાગદશા ગ્રહણ કરી. દમયંતી પણ સંસાર ત્યાગી તપસ્વિની બની. બન્ને આત્મકલ્યાણમાં અને જગત જીવના કલ્યાણાર્થે જીવન વહેવા લાગ્યાં.
ઋષિરાજ નળદેવ અને મહા તપસ્વિની સતી દમયંતી આજે પુણ્યક બની ગયાં છે. તેમનાં ઉચ્ચ જીવન આજે જગતને પ્રેરણા પાઈ રહ્યાં છે. તેમનાં પુણ્ય નામ પ્રાતકાળમાં આજે સર્વના મુખપર રમી રહે છે. જય હે આવાં આદર્શ જીવનવાળાં દેવસમાં નળ-દમયંતીને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com