________________
ત્યાં પણ તે જંપવા દીધા નહિ, છતાં જ્યારે ગાંધર્વોએ તને કુટુંબ સહિત કેદ કર્યાં ત્યારે ભીમ વગેરેના વાર્યાં છતાં ધર્મવીર યુધિષ્ઠરે તને છેડાવ્યા. આવા અનેક અપકાશ પર કરેલા ઉપકાર પણ તને કંઈ અસર કરતા નથી. તેજ અતાવે છે કે તારા નાશ, એકલા તારા નિહ પણ આખા કૌરવ કુળને નાશ પાસે જ છે, તેનું કારણ તું જ છે. ”
અત્યાર સુધી શાંત રહેવા યુધપ્રિય કણ ગર્જી ઉઠયા. અમને અમારા નાશની અને કૌરવકુળના નાશની અરે ! આખા જગતના નાશની પરવા નથી. વિધિનું ધાર્યું થશે જ. એમાં ફેરફાર નથી. ભૂમિ પર ભાર વધારે હેય તા હલકા થવા જ જોઈએ. એકાદ રાગના કે અકસ્માતના સપાટામાં સપડાઈ જઈ લાખા માણસે મરણ પામે તેના કરતાં સમરાંગણમાં વીરતા ખતાવી પેાતાના નામ અમર કરતા લાખા માનવા દેહ ખપાવે તે વધારે સુંદર છે. માટે ગાવિંદ ! જાએ, જલ્દી જાઓ ને પાંડવાને કહી દે કે ક્ષત્રિયા શિક્ષા માગીને રાજ્ય લેતા નથી પણ તરવારના જોરે સર કરે છે.
ભલે, જેવી તમારી ઈચ્છા. એમ એટલી કૃષ્ણ પાછા ફર્યાં.
૧૧
કુરૂક્ષેત્રની વિશાળ ભૂમિમાં પાંડવા તથા કૌરવાની બન્ને સેનાએ સામસામી ખડી થઈ ગઈ છે, સર્વે ચેહાએ પેાતાની વીરતા બતાવવા થનથની રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com