________________
રક્ષકે પાંચ ગાંધર્વ છે, જરૂર તેઓ પાસેજ મારા ભાઈને મરાવ્યા હશે. ઠીક છે, પણ હવે તે ક્યાં જવાની છે! મારાભાઈ સાથેજ સળગાવી દઉં કે મારા ભાઈની સદગતિ તે થાય. રાણી સુષ્ણુ આ પ્રમાણે ઉકળી જઈને મનમાં બડબડવા લાગી. તેને હુકમ થતાં દ્રૌપદીને પકડી મંગાવીને કીચકની ઠાઠી સાથે બાંધી સૌ સ્મશાન તરફ ચાલ્યાં.
ભીમને આ વાતની ખબર પડતાં તે સ્મશાનમાં ગયો ને ત્યાં કાકડી એક બાજુ મુકી બધા ચિતાની ચિંતામાં પડયા ત્યારે દ્રોપદીને છેડી પલાયન કર્યું ને સામા થયા તેને પ્રસાદ ચખાડ.
આ વાતની ખબર પડતાં રાણીએ રાજાને કહ્યું કે મહારાજ ! મારા ભાઈ કીચકને મારનાર આ વલ્લવ લાગે છે કારણ કે મારા ભાઈઓને સ્મશાનમાં મારીને તે સરપ્રીને છોડાવી લાવ્યું છે. માટે તેને યોગ્ય શિક્ષા થવી જ જોઈએ.
રાજા–રાણી! મને વલ્લવ તે વલવજ નથી લાગતું. ચેડા વખત પર હસ્તિનાપુરથી એક મલ્લ આવ્યું હતું તે કહેતે હતું કે પાંડુપુત્ર ભીમ સિવાય કોઈ મને હરાવવા સમર્થ નથી. આપણું વલવે તેને હરાવ્યું ત્યારથી મારી ખાત્રી થઈ છે કે વલ્લવ તે પાંડુપુત્ર ભીમ છે ને પાંડ જરૂર ગુસ પણે રહેતા હોવા જોઈએ. હવે જે આપણે વલ્લવને કંઈ કરીએ તે મહા અનર્થ થશે તે વાત જાહેર થતાં પાંડવેને બાળી કાઢવા દુર્યોધન આપણુ રાજય ઉપર ચઢાઈ કરશે. રાણી સમજી ગઈ ને એ વાત પડતી મૂકી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com