________________
મને રાજ્ય મળશે ત્યારે એ રાજ્ય આપને આપીશ. ગુરૂ માન રહ્યા.
:૨:
આમકુમાર કનાજના મહારાજા યશેવમાના પુત્ર હતા. એક વખત પિતાએ ઠપકા આપવાથી તે ઘર છેાડી નીકળી ગયા હતા. તેની માતા મુખ શાક કરતી હતી, પણ પુત્રના પત્તો ન હતા. એમ કરતાં યશેાવર્માને ખબર પડી કે આમકુમાર મેઢેરામાં છે. એટલે તેને તેડવા પ્રધાને મેાકલ્યા. પણ સ્વમાની આમકુમાર ગયા નહિ. આખરે યશેાવમાં પથારીએ પડ્યા ને તેને પુત્રનું માતું જોવા ઇચ્છા થઇ. તેણે ફ્રી પ્રધાનાને તેડવા મેાકલ્યા. સૂરિજીની સમજાવટથી આમ કનાજ ગયા ને પિતાજીનું મુખ જોવા ભાગ્યશાળી થયા.પિતા એને જોઇ રાજી થયા ને ‘હાશ’ કરી મરણ પામ્યા. આમરાજા કનાજના મહારાજ્યને સ્વામી થયેા. પિતાની સેવામાં તે કામ ન આવી શકયા એ વિચારે કુણાલની જેમ તેને ખુબ શાક થવા લાગ્યા ને ઉદાસીનતામાં દિવસે પસાર કરવા લાગ્યા. આ વખતે પેાતાના પરમ મિત્ર અભટ્ટીજી યાદ આવ્યા. તેમને તેડી લાવવા માણસો મેાકલ્યા.
આ વખતે નાની રાજસભામાં બ્રાહ્મણ પડિ તેનું જોર હતું. તેમજ અપ્પભટ્ટીજીની ઉંમ્મર ઘણી નાની હતી એટલે તેમને મેાકલતાં ખુમ વિચાર થા. પણ ભવિષ્યમાં જૈનશાસનના ઉદ્યોત થશે એમ વિચારી અપભટ્ટીજીને કેટલાક સાધુ સાથે કનેાજ મેાકલ્યા. તેમનું આગમન સાંભળી રાજા સામે આવ્યે ને બુમ માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com