________________
વીર ભામાશાહ
G
પ્રતાપ કહે, એ ના બને. ક્ષત્રિય પાછા ના પડે. હુંતા હું અહિં મરીશ. એટલામાં આવ્યા બીજા સરદારો. પ્રતાપને સમજાવીને દૂર કાઢયા. ભરાયા. કામલમેરના કિલ્લામાં. શત્રુઓ પડયા પાછળ. કુવામાં નાખ્યું ઝેર. કેટલી દુષ્ટતા !
ગામમાં હાહાકાર થઈ ગયો. બાળક રૂવે ને સ્ત્રીઓ વે. ગળાં શાષાય ને જીવ જાય એવું થાય. શું કરવું તે ન સૂઝે. બધા વિના ચાલે પણ પાણી વિના કાંઇ ચાલે ?
ભામાશાહ કહે, મહારાજ ! અહિંથી ચાલે બીજે. કિલ્લાના કરા ત્યાગ. જીવન ટકાવવું મુરૅશ્કેલ છે. આપણે જતાં પ્રજાને શત્રુ બહુ નહિ પીડે.
પ્રતાપ કહે, ભામાશાહુ ! મારી બુદ્ધિ તા મ્હેર મારી ગઇ છે. તમને ઢીક લાગે તે! બીજે જઈ એ.
મહારાણા, મહારાણી ને બાળકા, થાડાક સૈનિકા ને ઘરડા ભામાશાહુ એટલા નીકળ્યા. ગામ છેાયુ ને ચાલ્યા આગળ. જાણે પાંડવા વનમાં જાય છે. આખા ગામમાં શાક છવાઇ ગયા.
જતાં જતાં આવ્યા ચમ્પન પ્રદેશમાં. શું તેની શાભા ! આજુબાજુ અરવલ્લી પર્વતની હારા. મેટાં મોટાં ઝાડ ને લીલુંછમ ધાસ. જોતાંજ આંખ ઠરી જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com