________________
૮૬
વીર ભામાશાહે
ભેટમાં જમૈયો ને કટાર. શું તે વખતનેા દેખાવ ! કાયરને પણ પાણી ચઢે.
બધા બોલી ઉઠયાઃ મહારાણાના જય! માતૃભૂમિના જય ! પ્રતાપ કહે, બહાદૂર સૈનિકા ! આપણે દેશની સ્વતંત્રતા ખાતર લડીએ છીએ. આપણે નથી જોઇતુ કાઈનું રાજપાટ કે નથી કરવા કાઇને ગુલામ. ઈશ્વર આપણને બળ આપે.
ડકા દેવાયા ને લશ્કર ઉપડયું. બે લશ્કરી થાં ભેગાં. હલદીધાટના રણક્ષેત્રમાં. યુદ્ધ થયું શરૂ. માણસેાની ચીચીયારી ને હથિઆરાના ખડખડાટ. લાહીની તેા નદીએ વહે. મુડદાંના થયા ડુંગરા. શું ભયકંર ! જોઈનેજ કાળજી છૂટી જાય.
ભામાશાહે તે। તલવાર ફેરવવા માંડી, જાણે ચમકતી વિજળી. ટપ ટપ શત્રુઓ પડવા લાગ્યા. શુ એમની શક્તિ ! ભામાશાહ કહે. મારા એ દુષ્ટાને ભૂલાવી દે। એમની ખેા. પારકાના રાજ્ય તરફે કઢી નજર ન કરે.
પ્રતાપ હારશે એમ લાગ્યું. ભામાશાહ કહે, મહારાજ ! આપ અહિંથી જ્યાં રહેા. જીવતા હશું તે ફરી લઢાશે. અત્યારે તે ભાગી જાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com