________________
૨૪૪
મહારાજા સંપ્રતિ
મંત્રીઓ પાલખી લઈને પહોંચ્યા. સુરદાસને વિનંતિ કરીઃ કૃપા કરી રાજસભાએ પધારે. રાજના તમને આમત્રણ છે. સુરદાસ રાજસભાએ આવ્યા. રાજાને કહેવડાવ્યું હું પડદાની એથે રહીને સંગીત કરીશ. ઈછા હોય તો હુકમ ફરમા.
રાજા કહે, એમને ફાવે તેમ કરવા ઘો. એમનું મન આપણાથી થોડું જ દુભાવાય ?
સુરદાસજીએ પડદા ઓથે રહીને ગાન શરૂ કર્યું. સિતારના તાર હાલે તેમ માણસનાં હૈયાં હાલે. આખી સભા સંગીતમાં તલ્લીન બની ગઈ. સંગીત પૂરું થયું. રાજા બેલી ઉઠયા શાબાશ ! શાબાશ ! સુરદાસજી ! અમૃત તો પીઈએ તેટલું ઓછું. એકાદ બીજું ગીત સંભળાવો. સુરદાસજીએ બીજું ગીત ગાયું.
“ચંદ્રગુપ્ત પાટવીપુત્ર બિંદુસાર અને બિંદુસાર મહાપ્રતાપી અશોક દેવને પણ પ્રિય ધર્મને તે ધારણહાર. તેને લાડીલે કુમાર કુણાલ આંધળો થઈ આજે “કાકિણી માગે છે.”
આ ગીત સાંભળતાં જ અશકનું મોટું બદલાઈ ગયું. તેને પિતાને હાલ પુત્ર કુણાલ યાદ આ. પિતાની નાની સરખી ભૂલ યાદ આવી. મધીયતામ્ કુમાર: (કુમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com