________________
ચક્રવતી સનકુમાર
રસ્તા તદ્દન કઢંગા. ગે'ડાઓએ શીંગડા મારીને પથરા ઉખાડેલા. ચાદર જતાં તેને તરસ લાગી. પાણીની શેાધમાં તે ચાલવા ગયા. એવામાં ખૂબ લીલાં ઝાડ જોયાં. તેને લાગ્યું કે ત્યાં તળાવડી હશે. એટલે ધીમે ધીમે તેની પાસે ગયા. જરા છેટેથી નજર કરી તા. માંડી વિકરાળ ડુક્કરા પડેલા. તાપથી અકળાઈને તે ઠંડક લેતા હતા. પાણી બધું કાદવવાળું. મહેન્દ્રસિંહ એ જોઈ છેટેથી પાછે ફરી ગયા. લપાતા લપાતા આગળ ચાલ્યા. હજી થાઉં દૂર ગયા ત્યાં તા કાઈ બખેાલમાં ભયંકર પડઘા પડયા. જગલી રીંછના તે અવાજ હતા. કાચા પાચાની તાકાત નહિ કે આવા જંગલમાં તે ચાલી શકે ! પણ મહેદ્રસિંહ મરદ હતા. ગભરાઈને પોતાનું કામ મુકી દ્વે તેમ ન હતા.
તાપ સખત હતા ને તરસે જીવ જતા હતા. એવામાં કાતરા શરૂ થયા. એટલે નદી પાસે હશે એમ જાણી રાજી થયા. પણ કાતરા એટલે જમનાં માઢાં. ચારે માજી જાનવરના ભય. થાડું' ચાલતાં એક હરણનું ટાળુ દોડતું યુ. એક મીનીટમાં તા તેની પાછળ પાંચ ચિત્તાને છલંગ મારતા જોયા, મહેન્દ્રસિહ ભાથાપર હાથ મૂકયા. પશુ ચિત્તા તે બીજી માનુજ ચાલ્યા ગયા. તેને માણુ ચલાવવું પડયું નહિ. તે એક પછી એક કાતરા વટાવવા લાગ્યા. થાડા કાતરા વટાવતાં પાણીના ઝરા નજરે પડયા. પશુ ત્યાં શું હતું? એક સિહણ અને સિંહ પેાતાનાં બચ્ચાં સાથે ત્યાં ખપેાર ગાળતા હતા. હવે શું થાય ? જરા ચાલ્યા. ત્યાં ખડકમાંથી વહેતું એક વહેળીયુ આખ્યુ.
ક્રિશા બદલીને તે
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com