________________
અર્જુનમાળી
તે પ્રેમભરી વાણીથી એલ્યાઃ ભાઇ ! હું આ નગરના સુદર્શન નામે શેઠ છું. જગત્પ્રભુ મહાવીર પધાર્યાં છે. તેમના દર્શને જઉ છું. અર્જુન કહે, “ એમ ? જગતગુરુ પધાર્યાં છે? ત્યારે મને પણ ત્યાં લઈ જશો ? ” સુદર્શને કહ્યું હા ભાઈ ! તું પણ ચાલ.
સુદર્શન શેઠ અર્જુનમાળીને સાથે લઈ ચાલવા લાગ્યા. નગરલેાકા આ બનાવ જોઈ આશ્ચર્ય પામ્યા. સુદર્શનની ધમ શ્રદ્ધા તથા હિં'મતને વખાણવા લાગ્યા.
: ૪ ઃ
સુદન તથા અર્જુનમાળીએ ભક્તિથી પ્રભુને વંદન કર્યું. એકધ્યાને તેમના ઉપદેશ સાંભળ્યે. આ સાંભળતાંજ અર્જુનનું હૈયું વટાવાવા લાગ્યું. અહા મે અત્યાર સુધી કેવું દુષ્ટ જીવન ગાળ્યું ? મારા જેવા અધમ કાણુ હશે ?
હવે એકજ ઉપાય છે. પ્રભુએ હમણાં બતાવેલા ત્યાગમાર્ગે સ્વીકારવા. એ જીવનમાં મને શાંતિ મળશે એમ વિચારી પ્રભુ આગળ આવ્યેા. હાથ જોડી વિનંતિ કરી પ્રસે ! મને દીક્ષા આપેા. પ્રભુ મહાવીર પતિતના ઉદ્ધારક હતા. તેમના જીવનના એ. મત્ર હતા. તેમણે અર્જુનમાળીને દીક્ષા આપી પાતાના પવિત્ર સંઘમાં દાખલ કર્યાં.
હવે અર્જુનમાળી નિરંતર એ ઉપવાસનું તપ કરે. પારણા માટે નગરમાં ભિક્ષા લેવા જાય. ત્યાં લાકા તેને ગાળા દે. કડવામાં કડવાં વચન કહે. કાઇ કહે, માજ માળીએ મારાં ભાઈને માર્યાં. કાઈ કહે, આજ દુષ્ટ મારા પતિને હણ્યા. કાઈ કહે, આ ગાઝારાએ મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com