________________
તે પછી, તેમણે પિતાનાં “ પ્રાચીન ભારતવષ” નું વિજ્ઞપ્રિ-પત્ર બતાવી, તે (પુસ્તક) માટે, અભિપ્રાય આપવા (એ પુસ્તક છપાયું તે પહેલાં જ ), મને વિનતિ કરવા માંડી. પણ તેમનાં પુસ્તકનું બરાબર વાચન કર્યા બાદ, એ સંબંધમાં મને બુદ્ધિગમ્ય રીતે સંતેજ ન થાય ત્યાં સુધી, એ અધિપ્રાય આપવાની મેં સિદ્ધાન્તની દષ્ટિએ સાફ ના પાડી. હું ઈતિહાસને વિદ્યાથી જ હોવાથી, મેં લીધેલ આ માર્ગ મને તે અદ્યાપિ ઉચિત જ જણાવે છે ઇતિહાસને વિઘાથી ગમે તેમ અભિપ્રાય આપી પણ કેવી રીતે શકે? - વડોદરાથી મુંબઈ જઈ, ત્યાં ચાતુર્માસ કર્યા બાદ, ત્યાંથી પાછા ફરતાં, હું સુરત, ખંભાત વિગેરે સ્થળોએ જઇને ભાવનગર ગયે હતે. દાક્તર સાહેબનું પુસ્તક (પ્રથમ ભાગ) આ વખતે છપાઈ ગયું હતું અને તેમણે તે મને દેખાડયું પણ હતું. એ પુસ્તક ઉપરટપકે જોતાં, તેમાં મને કેટલીક ખામીએ જણાઈ આવી હતી જેનું મેં દાકતર સાહેબને યોગ્ય સૂચન પણ કર્યું હતું.
ત્યારબાદ, ગયે વર્ષે મારૂં ચાતુર્માસ વઢવાણ કેમ્પમાં થતાં, મને દાકતર સાહેબનાં પુસ્તકનો સ્વાધ્યાય કરવાની તક મળી. એ સ્વાધ્યાયથી, પુસ્તકના સંબંધમાં મારી શંકાઓ દિનપ્રતિદિન વધતી જ ગઈ. એટલામાં સુપ્રસિદ્ધ “પ્રસ્થાન ” માસિકમાં, પુસ્તકસંબંધી શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીને રીવ્યુ પ્રગટ થયે, એ રીવ્યુમાંનાં કેટલાંક વાકથી, પુસ્તકનું સમ રીતે અધ્યયન કરવાની મને સાહજિક રીતે ઉત્તેજના મળી. આથી પુસ્તકનું ફરીથી અધ્યયન કર્યું. એથી મારી શંકાઓ
Shree Sudharmaswarni Gyanbhandar-Umara, Surar
www.umaragyanbhandar.com