________________
આનંદ-સુધાસિંધુ.
(૧૩)
સુધા-બિંદુ ૧ લું. એક દાખલે લઈએ. પાણી અને ખોરાક કેનું નામ? તરસ મટાડે તેનું નામ પાણી, અને ભુખ મટાડે તેનું નામ ખોરાક. આ પાણીને ખેરાકનું ફળ બતાવ્યું, પણ પાણી અને ખોરાક કહેવા કેને? સ્વરૂપ ચીજ જુદી છે. તેમ અહીં દુર્ગતિમાં પડતા જીવને બચાવે અને સદ્દગતિએ દોરે તે ધર્મ આ લક્ષણમાં બે મત નથી. ધર્મ દુર્ગતિએ જતાને કે એ તે સહજ સમજી શકાય એવી વસ્તુ છે. એટલું જ શા માટે, ચેકકસપણે કહી શકાય કે ધર્મ તેનું જ નામ કે જે દુર્ગતિએ જનારને રેકે અને સમાર્ગે દોરે. આમાં તે બે મત છેજ નહીં, પણ ધર્મ એ વસ્તુ કઈ તે નકકી કર્યું? ધર્મનું ફળ નકકી થયું. શુભ માગે પ્રયાણ, સદ્ગતિ પ્રાપ્તિ, કલ્યાણ માર્ગ તરફ ગતિ. દુર્ગતિથી બચાવે ને સદગતિની પ્રાપ્તિ કરાવે તે ધર્મ એ તે સિને સ્વીકાર્ય છે એમાં કંઈ ભેદ નથી, પણ બચાવનારે, એ સદગતિ મેળવી આપનારે કોણ? એ સદગતિ મેળવી આપનાર જે ધર્મ છે તેનું સ્વરૂપ કયું? એ સ્વરૂપ શી રીતે સમજાય ધર્મ નામ તે જાણ્યું, પણ એનું સ્વરૂપ ઓળખ્યા વિના એનું અનુસરણું કેમ થાય ? એમાં લીન કેવી રીતે થવાય ? વસ્તુમાં તાદામ્ય અનુભવવા માટે એને પૂર્ણ પરિચય કરી લે જોઈએ, એનું સાચું સ્વરૂપ જાણવું જોઈએ, તેજ એને અનુસરી શકાય, એની સાથે તાદામ્ય સાધી શકાય. એ ધર્મનું સ્વરૂપ આ લેકમાં વર્ણવ્યું છે ? એ ક્ષે કેમ સ્વરૂપ વર્ણન નથી. ત્યારે શું કરવું? જ્યાં સ્વરૂપને ઉલેખ ન હોય ત્યાં તે માટે અનુમાન કરી લેવું પડે, શબ્દોની વિસ્તૃત વ્યાખ્યા કરવી પડે, તેજ એ સમજાય, ઉદાહરણ: સોનાની કીંમત બહુ પડે છે. બહુ કીંમત અપાવે તે સોનું, હીરા મોતી ઈત્યાદિ, આ ફળ થયું, પણ સોનું. હીરા, મોતી ઈત્યાદિ કહેવું છેને ? કાચને કટકે પડે હોય, તેને હીરે કહીશું ? પિત્તળને સોનું કહી તેની કીંમત સોના જેટલી આપીશું, તે તે સેનું કરશે ? ત્યારે એ કેમ ઓળખવું ? કસોટીએ કસ આવે તે સેનું. મેતીને અંગે પણ તેની અમુક સ્થિતિ હોય હીરો અને કાચમાં અમુક ભેદ હૈય, વગેરે કહેવું પડે તે તે વસ્તુઓનું સ્વરૂપ વર્ણન થયું. આ રીતે ધર્મનું સ્વરૂપ સમજવા માટે પણ કેઈક વ્યાખ્યા જોઈએ. ધર્મ દુર્ગતિએ જતા અટકાવે, દુર્ગતિથી બચાવીને શુભ માર્ગ તરફ દેરે, પણ એ ધર્મ કર્યો? અને એનું સ્વરૂપ કયું એ જાણવું જોઈએ ને ? જે બ્લેક તમે કહ્યું તેમાં આ સ્વરૂપ નથી. જીવને દુર્ગતિએ જતે રોકીને સદ્દગતિએ દેરે છે તે ધર્મ, એ વચન છે અને તે માત્ર ઘર્મનું ફળ બતાવે છે. પરંતુ ધર્મનું સ્વરૂપ બતાવનાર લેક પણ છે, અને તે આ–
वचना द्यदनुष्ठा नम विरुध्धायथोदितं ॥
मैत्र्यादि भाव संयुक्त तधर्म इति कथ्यते ॥ -धर्मबिन्दु. આનું નામ ધર્મ. તીર્થકરના વચન અનુસાર એ ધર્મનું સ્વરૂપ તેમણે કહ્યું ચાર ભાવના સહિત જે અનુષ્ઠાન કરવું તે સ્વરૂપ. આ સ્વરૂપ સમજ્યા વિના શું વળે? સ? માગે તે જવું છે, પણ શાથી જવાય એનું જ્ઞાન ન હોય તે શું થાય ? ફળ તે જોઈએ છે, ફળ મેળવવા માટેની ઝંખના છે અને તેને માટે આમ તેમ દેડયા કરે, પણ ફળ અપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com