________________
માન-સુધાસિય.
(૧૭)
સુષાબિંક ૧ , પ્રેમ તમારી પાસે, તેને પ્રેમ તેની પાસે. જગત તરફ જુએ છે તે તેની આવી સ્વાર્થવૃત્તિજ નજરે પડે છે, અને તેથી જ વિદ્વાનોએ વારંવાર કહી દીધું છે કે આ જગત એ કેવળ સ્વાર્થથી જ ભરેલું છે અને તે સ્વાર્થનુંજ રહી છે.
વ્યવહારનું મૂળ કયાં છે ? બીજાની વાત દૂર રહી. તમારી પોતાની દીકરીની વાત કરે.
દીકરીને પંદર વર્ષ સુધી મોટી તમે કરે છે. તેના લાડકોડ પુરા કરે છે, પરંતુ જ્યાં તેનું લગ્ન થાય છે અને તેને ખબર પડે છે કે મારો હક તે સાસરે છે એટલે તે પણ ભાગવા માંડે છે! પરણેલી છોકરી ઘેર ગઈ તેને સાસરે ગઈ તે હવે તેનું સૂતક પણ તેના માબાપને નહિ! પરણેલી છોકરી સૂતકમાંથી પણ તમને કાઢી મૂકે છે. આ સઘળાને તમે વ્યવહાર કહે છે! પરંતુ આગળ વધીને જુએ તે જણાશે કે એ વ્યવહારનું મૂળ કયાં છે? જવાબ એકજ મળશે કે રાખ રખપતમાં! સ્વાર્થમાં! વાર્થમાંજ વ્યવહારનું મૂળ છે બીજી જગાએ નહિ. જગતના માણસની દષ્ટિ એક જ હોય છે કે લાભ ક્યાં છે, ફાયદો કયાં છે, સ્વાર્થ કયાં સંર છે, જ્યાં સ્વાર્થ સરે છે અને લાભ હોય છે ત્યાંજ લેકે વળગતું રાખે છે અન્યત્ર નહિ. છોકરી પરણે નહિ ત્યાં સુધી તેને હક માબાપને ત્યાં, એટલે ત્યાં સુધી જ માબાપને સૂતક, પણ જ્યાં પરણી અને તેને સ્વાર્થ ધણી સાથે જોડાયે કે હવે માબાપ પણ નકામા ! આ જુઓ, તમારી દુનિયા! તમારી દુનિયા કેવી છે તે આ ઉપરથી જોઈ લે. છોકરે
તમારા પિતાને હોય પરંતુ તે પણ જે દત્તક જાય તે તમારે અને તેને સંબંધ જ ખલાસ થાય! છોકો દત્તક જાય છે એટલે તેના ઘરને સંબંધ બંધ થાય છે પછી તેને પણ માબાપના ઘરનું સૂતક લાગતું નથી, પરંતુ તે જ્યાં દત્તક જાય છે ત્યાંનું જ તેને સૂતક લાગે છે. અર્થાત્ “જે સ્વાર્થ નહિ તે સૂતક નહિ” એજ વસ્તુ એથી સિદ્ધ થાય છે. આ જગતને સંબંધ કે છે તે જેનામાં બુદ્ધિ હોય તે તે આ ઉપરથી સ્પષ્ટ રીતે જ જોઈ શકે છે.
જ્યાં સુધી સ્વાર્થ સાચવીએ છીએ ત્યાં સુધી જગતને સંબંધ છે જયારે સ્વાર્થ ખલાસ થાય છે કે સંબંધ પણ ખલાસ થાય છે. હવે શરીરને અને તમારો સંબંધ કે છે તે વિચારે. શરીરને અને આત્માને સંબંધ જ એવો છે કે અવિભાજ્ય ! તમે એને સ્વાર્થ સાથે તે પણ એ તમારીજ સાથે અને જ્યાં તમે એને સ્વાર્થ ન સાધે ત્યાં પણ એ તમારી સાથે. શરીર તમારા આત્માને છેડી દઈને છૂટા છેડા કરી નાખવાને કદી વિચાર પણ કરતું જ નથી !! શરીર એ ચકચકતી ગળી છે! શરીર એ એવી ચીજ છે કે તમે તેને પાળે કે ન
પાળે, તેને સંભાળે કે ન સંભાળે પરંતુ તે છતાં તે તમારી સાથે સાથે જ રહે છે. તે તમારાથી છૂટા થવાનો વિચાર સરખે પણ કરતું નથી. કાયા સિવાય–શરીર સિવાય તમારી પાસે બીજી એવી એક પણ ચીજ નથી કે જેને તમે માર મારે કે સુખ આપ શાંતિ આપે કે તાપ આપે તે પણ તે તમને છોડે જ નહિ. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી તે આ શરીર તમારૂં દાસ થઈને તમારી સાથે જ રહેવા બંધાએલું છે, હવે શરીર કે જે તમારી માલીકીની આવી જવલંત ચીજ છે પરંતુ તે ચીજ પણ ખરી રીતે નવ સ્વરૂપે કેવી છે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com