SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ આન-સુહાસિષ (૨૬૦) સુષાબિંદુ ૧ યુ. જે આ દેહને પારકે માનતે હશે અને આત્માને પોતાને માનતે હશે. દેહ પારકે છે અને આત્મા પિતાને છે એવું ઠસાવવા અંતરમાં એવી ભાવના દઢ કરવા અને આત્મામાં આ વિચાર પચી જવાને માટેજ એ ગળથુથી જરૂરી છે કે-“ આત્મા અનાદિ છે.” જ્યાં આત્મા અનાદિને છે અને દેહ છવથી અલગ હોઈ તે પાછળથી મળે છે એમ માણસ સમજતે થશે ત્યારે જરૂર તેને હાથે ભેગેજ આત્માને શણગારવાના કાર્યો થશે અને એ આત્મા કદી પણ ધર્મદેહી થઈ શકશે નહિ. આત્મા અનાદિને છે એ ગળથુથી આટલી બધી મહત્વની હોવાથીજ દરેક જેના માતાપિતાની મહત્વની ફરજ છે કે તેમણે પિતાના બાળકને આ ગળથુથી પાવામાં જરા પણ બેદરકારી ન જ રાખવી જોઈએ. આત્મા અનાદિ છે એ વસ્તુ સમજી લેવાથી સમ્યક્ત્વ કેવું મજબુત થાય છે અને એથી બીજા શું શું લાભ થાય છે તે હવે જોઈએ. જી ભયંકર ભવભૂધર પ્રવાસનું ફળ કયારે મળે? શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજાશ્રીએ ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ નામને ગ્રંથ રચે છે. આ ગ્રંથમાં તેઓશ્રી જણાવે છે કે જે ધથીઓને પિતાના કર્મોને ક્ષય કરવાની ઈચ્છા હોય તેમણે આ મહા ભયાનક ભવ, ભવનું સ્વરૂપ, એ ભવની ભયંકરતા, ભવરૂપી પર્વતનું ઉલ્લંઘન કયાં થઈ શકે છે તેનું સ્થાન, એ સમયે થતી આત્માની સ્થિતિ, એ સમયે આત્મા કયા કયા કાર્યોથી વિરક્ત હોય અને તે કયા કયા કાર્યોમાં યુક્ત હેય; એ સઘળું જાણવાની જરૂર છે. જે આત્મા આ સઘળું જાણતા નથી અને જાણીને તેને વિચાર કરતા નથી તે આત્મા પિતાનું ધારેલું સ્થાન કદી પણ મેળવી શકતું નથી. મુસાફરીએ નીકળનારાઓએ પોતે ક્યાં જવું છે, ધારેલે સ્થળે ગયા પછી તેણે શું કરવાનું છે, ત્યાં જઈને કેવી રીતે વર્તવાનું છે, કયા ઉપદ્રવથી બચવાનું છે, તે શું મેળવવાનું છેઆ સઘળી બાબતનો વિચાર કરવાને છે. જે પ્રવાસી આ સઘળી બાબતને વિચાર કરતા નથી તે પ્રવાસી પ્રવાસ કરી શકવાને માટે જ અસમર્થ નીવડે છે અને કદાચ કેઈ સાગોમાં તે પ્રવાસ કરી શકે તે એ પ્રવાસના ફળને તે મેળવી શકતો નથી ! નીકળવાને પ્રયત્ન કયારે થાય? જે મુસાફર પિતે કયાં જવા માગે છે અને ત્યાં જઈને શું કરવા માગે છે વગેરે બાબતેને વિચારતો નથી તે મુસાફરની સ્થિતિ ઘાંચીની ઘાણી જેવી જ હોય છે. ઘાંચીની ઘાણીમાં ફરનારો બળદ માત્ર ઘ ચીરાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy