________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫૪)
સુધાબદુ ૧ હું. તમે તમારા બાળકોના માબાપ છે એનો બીજો અર્થ એ છે કે તમે તમારા બાળકોના ટ્રસ્ટી છો. તમારી ફરજ છે કે તમારે તમારા બાળકોના ધાર્મિક સંસ્કાર પણ જળવાઈ રહે તે જેવું જોઈએતમે એ ન જોતા પત્થરા અને કોલસા માટેજ તમારા બાળકના ટ્રસ્ટી થાઓ અને ધાર્મિક સંસ્કાર માટે તમારા બાળકના નામના ટ્રસ્ટી બને તે એને અર્થ એ છે કે ટ્રસ્ટી તરીકે તમારા ઉપર મૂકાએલા વિશ્વાસને માટે તમે લાયક નીવડ્યા નથી. તમે બેવફા થયા છે અને તેથી એ બેવફાપણા માટે તમે સજાને પાત્ર છે. ટ્રસ્ટી તરીકે તમારી તમારા બાળક પર શું જવાબદારી છે અને શું ફરજ છે તે તમે આથી સમજી શકયા છે. હવે તમારે તમારા બાળકનું ધર્મને માટે, ધાર્મિક સંસ્કારને માટે, તમારા પૂર્વજોની કીતિને માટે ટ્રસ્ટપણું કરવું એ ઈષ્ટ છે કે તમારે પત્થરા અને કોલસા માટે તમારા બાળકના પિતાપણું જાળવવું એ ઠીક છે; એ વાતને વિચાર તમારે જાતે કરવાનું છે. હવે તે તમારી ફરજ વિચારે જે સુજ્ઞ છે, જેનામાં ધર્મની લાગણી છે, જેનામાં ચાનક
છે તેઓ તે આ સાંભળીને જરૂર વિચાર કરશેજ કે આપણે આપણા બાળકોના ધર્મના ટ્રસ્ટી થવું એ યોગ્ય છે કે તેમને માટે પત્થર, કોલસાના ટ્રસ્ટી થવું એ યોગ્ય છે. માત્ર જેમને આત્મા જ મરણ પામેલ હશે અર્થાત જેનો આત્મા જ પ્રકાશ વિનાને હશે તેજ આટલું સાંભળ્યા પછી પણ પિતાની ફરજ વિચારવાનો નથી. ટ્રસ્ટી તરીકે તમે તમારા બાળકમાં સારા સંસ્કારો નાખવા બંધાએલા છે. તમે તમારી એ ફરજ બજાવવા માંગે છે એ એકવાર તમારે નિશ્ચય કરી લેવાની જરૂર છે. તમે એ નિશ્ચય કર્યો એટલે તમારા હાથે કામની અરધી શરૂઆત થઈ છે એમ સમજવામાં હરકત નથી.
હવે આગળ વધે. તમે એ વિચાર કરો કે અમુક સંસ્થાને હું ટ્રસ્ટી નિમાયે છું અને ટ્રસ્ટી તરીકે મારે એ સંસ્થાનું કલ્યાણ કરવું છે, તે આવા વિચારેની સાથે જ તમારે એ ટ્રસ્ટીત્વ કઈ રીતે સફળ થાય એમ છે એને માર્ગ પણ શોધી કાઢવાનો બાકી રહે છે. ટ્રસ્ટી ગમે એવો સારે હોય, ધર્મધુરંધર હોય, પાપમાં આંગળી બળવા પણ ન માગતા હોય પરંતુ તે છતાં તે સંસ્થાનું ભલુ થાઓ ! એજ માત્ર ઉચ્ચાર કર્યા કરશે તે તેથી તેનું કલ્યાણ થવાનું નથી. સંસ્થાનું કલ્યાણ કયે માર્ગે સાધી શકાય એમ છે તે જોઈને ટ્રસ્ટીએ તે માટે થગ્ય માર્ગ વિચારવાની આવશ્યકતા છે. ટ્રસ્ટી આવા માર્ગ વિચારે અને તે માર્ગ તે અમલમાં ન મૂકે તે માર્ગ વિચારે તે ટ્રસ્ટીની પિતાની ફરજ પુરી થવાની નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ટ્રસ્ટને ધર્મ છે કે તેણે પિતાના હાથમાં સંપાએલા ટ્રસ્ટના અભ્યદયનો માર્ગ વિચારીને એ માર્ગને અમલમાં પણ મૂકવાનો છે. ટ્રસ્ટીની ફરજ યાદ રાખે. હવે તમારા બાળકના તમે ટ્રસ્ટી છે. જો તમે સારા ટ્રસ્ટી થવા
માગતા હે, તમે તમારી ફરજ ભૂલવા ન માગતા હે, અથવા તે બેદરકાર ટ્રસ્ટી પણ ગણવા ન માગતા હે, તે તમારા હાથમાં સોંપાએલા બાળકના ભવિષ્યને ઉદય શી રીતે કરી શકાય એ તમારે વિચારવાની જરૂર છે અને એ વિચારી તમારે એ માર્ગ અમલમાં મૂકવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com