________________
આન દ-સુરિયુ.
(૨૧).
સુધાબિંદુ ૧ લું. સોનું ભેગું કરીને તે સોનું એ માણસ તપાસી જેતે નથી તે પણ પતિ સોનાને જાણકાર પરીક્ષક જગતના બધા સેનાને પરીક્ષક છે એમ ગણી શકાય ખરું કે નહિ? રતિ સેનું લઈને તેને કસોટીએ ચઢાવી તેની જે પરીક્ષા કરી શકે છે તે જગતના તમામ સેનાને જાણકાર છે એ વાત સૌ કોઈ કબુલ રાખે છે. રતિને જાણકાર તે બધાને જાણકાર, એક ચોકસી રતિ સોનાને પારખતાં જાણી શકે
છે તે ગમે તે ક્ષેત્રના, ગમે તે કાળના, ગમે તે પ્રકારના સોનાને જાણે છે. જગતમાં રહેલું તમામ સુવર્ણ, કે જે ભૂતકાળમાં સેનાના સ્વરૂપમાં હાય અને વર્તમાનકાળમાં તેનું પરિવર્તન થઈ ગયું હોય, વર્તમાન કાળમાં જે સેનું બીજા ક્ષેત્રમાં અથત બીજા સ્થળમાં રહેલું હોય અથવા ભૂમિમાં એવી રાસાયનિક પ્રક્રિયા ચાલી રહી હોય કે જેથી ભૂમિના ગર્ભમાં નવું સોનું તૈયાર થઈ રહેલું હોય એ સઘળા સ્થળના અને સઘળા કાળના સેનાને તેણે જાણી લીધું છે કે જેણે રતિસોનાને કસ કાઢયે છે. કસ કાઢનાર માત્ર રતિસેનાને જ કસ કાઢે છે પરંતુ એટલા ઉપરથી ત્રાંતરે કે કાળાંતરે ઉત્પન્ન થઈ ચુકી નાશ પામી ગયેલા, અથવા વર્તમાનકાળમાં સેના તરીકે વિદ્યમાન રહેલા અથવા ભવિષ્યમાં સોના તરીકે જન્મ પામનારા સુવર્ણનામક પદાર્થને તે જાણી જાય છે. રતિસેનાને કસ જાણનાર સેનાના સઘળા તેને અથવા સેનાના સઘળા આકારને જાણતા નથી. જગતમાં કેટલું સોનું છે, એ સોનું કયાં કયાં છે અથવા તે કોના હાથમાં છે તેમાંનું કશું તે જાણતા નથી છતાં સેનાની એક રતિ લઈને તે કસી જેનારો તમામ સોનાને જાણી લે છે. અર્થાત્ સેનાના ગુણધર્મને જાણવાને માટે એક રતિ સોનું પણ ખાસ છે અને એક રતિ સેનાને કસ તપાસી જેનારો આખા જગતના તમામ સેનાને જાણ લે છે. એ કેવળ સ્વાભાવિક અને વ્યવહાર સ્વીકારેલું વિધાન છે.
સમ્યકત્વ એ સર્વાગત છે. જેમ રતિસોના ઉપરથી આખા જગતનું સેનું જાણી લઈ શકાય
છે તેજ રીતે સમ્યફત્વ પામેલ છવા લક્ષણ દ્વારા સઘળા પદાર્થો જાણી લે છે. જીવનું, પુદગલ, ધમસ્તિકાયનું, અધર્માસ્તિકાયનું, આકાશનું, કાળનું વગેરે સર્વ વસ્તુઓનું, લક્ષણ શું છે તે સમ્યફત્વ પામનારે જાણે છે અને તે ઉપરથી તે લક્ષણ દ્વારાએ સર્વ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, સર્વજીવાસ્તિકાય, સર્વ દૂગલાસ્તિકાય અને સર્વકાળને જાણી લે છે. સર્વ ધર્માસ્તિકાય, સર્વ અધર્માસ્તિકાય, સર્વ આકાશાસ્તિકાય, સર્વ જવાસ્તિકાય, સર્વપુદગલાસ્તિકાય અને સર્વકાળ એ છએ પદાર્થોના લક્ષણે જ્યાં સુધી જાણવામાં આવતાં નથી ત્યાં સુધી કોઈપણ દિવસ, કોઈપણ પ્રકારે સભ્યત્વની પ્રાપ્તિ થઈ શકતીજ નથી. આ વાત જ્યારે ધ્યાનમાં લેવામાં આવશે ત્યારેજ નિર્યુક્તિકાર આચાર્યદેવ શ્રીમાન ભાહબાહુસ્વામીએ કહેલા વાક્યને મર્મ ધ્યાનમાં આવી શકશે. નિર્યુક્તિકાર આચાર્યદેવ શ્રીમાન ભદ્રબાહસ્વામીએ કહ્યું છે કે “ સવા સન્મ ” અર્થાત્ સમ્યક્ત્વ એ સર્વાગત છે. કલેકમાં એ કોઈપણ પદાર્થ નથી કે જે સમ્યક્ત્વની બહાર હય, તેથીજ શાસ્ત્રકાર મહારાજાએ સ્પષ્ટ શબ્દોમાં એ વાત જણાવી દીધી છે કે સમ્યક્ત્વ એ સર્વગત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com