________________
આનદ સુધાસિંધુ.
(૨૦)
સુધાબિંદુ ૧ લું. કેવળીઓનું કૃત્ય અનુકરણય તે છેજ, જેઓ કેવળજ્ઞાન પામી ચુકેલા છે તેવા કેવળી
મહાત્માઓ જે કાંઈ કરે છે તે આપણે કરવું જ જોઈએ એ નિયમ કરાવી શકાતો નથી પરંતુ એ વાત તે સર્વથા ચેકખીજ છે કે કેવળી ભાગવાને જે કાંઈ કર્યું છે તે અનુકરણીય તે અવશ્ય છે. ભગવાને છ મહિનાનું તપ આદર્યું હતું એ રીતે આપણે પણ તપ આદરીએ, પછી તે ન થઈ શકે તે આપણે એમ કહી શકીએ કે એ આપણુ શકિત નથી, પરંતુ ભગવાને જે કર્યું છે તેને આપણે ચગ્ય અવસ્થાએ અનુકરણીય તે જરૂર માનવાનું જ છે. ભગવાને તપસ્યાના વ્રત પૂર્ણ કર્યા આપણે એવી તપસ્યા લઈને તે પુરી કરી ન શકીએ તો પછી એકાસણા વગેરે તપસ્યા કરી શકીએ છીએ. ભગવાનના જેવી ઉગ્ર તપસ્યા આપણે આપણી શકિતની ખામીથી કરી શકતા નથી પરંતુ તેને અનુકરણીય તે જરૂર માનીએ જ છીએ. અનુકરણીય માનવા છતાં કોઈ વસ્તુને આપણે ન આદરી શકીએ તો એ આપણું શકિતની ખામી છે તે જ પ્રમાણે આ પણે પણ જે ક્ષીણુમેહની અવસ્થાને પ્રાપ્ત કરીએ અને એ અવસ્થામાં આપણે પણ શકિતશીલ બની જઈએ તે જરૂર આપણને પણ નવકાર, ધ્યાન વિગેરે બંધ કરી દેવાને અધિકાર છે. હવે કોઈ એ કોઈ પ્રશ્ન કરશે કે જે ભવિષ્યમાં તમે નવકાર, પાન વગેરે બંધ કરવાનાજ છે તે પછી તે અત્યારે જ બંધ કરી દેવા માગતા હોઈએ તે તે આપણે બંધ કરી શકીએ કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર પણ તદન સરળ છે. સાચા નેતાનું કર્તવ્ય. નવકાર, ધ્યાન વગેરે આપણે શા માટે કરીએ છીએ તે પહેલાં
આપણે વિચારવાનું છે. જો તમે આ પ્રીન ઝીણવટથી વિચારશે તે માલમ પડશે કે એ સઘળું આપણે ઘાતિકર્મને ક્ષય થાય એટલાજ માટે કરીએ છીએ. જે ઘાતિકને ક્ષય થાય એટલાજ માટે નવકાર, તપ આદિ આપણે કરીએ છીએ ત્યારે તે એ વસ્તુ સ્પષ્ટ જ છે કે જ્યાં સુધી ઘાતિકને ક્ષય થવા પામ્યું નથી ત્યાં સુધી એ સઘળું કરવું એ આપણે માટે જરૂર આવશ્યક છે. સર્વજ્ઞ ભગવાને નવકાર આદિ કરતા નથી તેનું કારણ એજ છે કે તેઓશ્રીના ઘાતિકને નાશ થાય છે. તીર્થકર ભગવાનના ઘાતિકર્મોને ક્ષય થયે છે એટલા માટે તેઓ તપસ્યા આદિ કરતા નથી પરંતુ તેઓ જાણે છે કે આપણા ઘાતકર્મોને નાશ થયે નથી એટલા માટે તેઓ આપણને નવકારાદિને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ આપણે માન એજ આપણું કર્તવ્ય છે. ધારો કે એક નદીમાં પાંચ પચ્ચીસ માણસો સાથે તરે છે એટલામાં ભયંકર પૂર ઉભરાઈ આવે છે અને નદીમાંથી તરનારાઓ જેમ બને એમ જલદી તરીને સામે કાંઠે જવાનો પ્રયત્ન કરે છે. આ તરનારાઓમાં જે આગેવાન છે તે તરીને બહાર નીકળી જાય છે અને બીજા માણસ તરવાની અણઆવડત અથવા અશકિતને કારણે નદીમાં રહી જાય છે. હવે તેમને જે આગેવાન તરીને નદીને સામે કાંઠે પહોંચી ગયો છે તે આગેવાન જે તેઓને સાચે મુખી–સા નેતા હશે, તે પિતાની પાછળ રહેલા તેના અનુયાયીઓને તે નદીમાં ગમે ત્યાં ગમે તે રીતે અથડાવા ફૂટવા દેશે નહિ પરંતુ તેમના તારણને માટે તે તુંબડા, હાડકાં વગેરે મોકલવાની વ્યવસ્થા જ કરશે.
તીર્થકર ભગવાન એ એવાજ આપણા કુશળ આગેવાન છે અને તેઓ તરી જવાને શકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com