________________
w
આનંદ-સુધાસિંધુ (૧૬)
સુધાબિંદુ ૧ લું માટે છઠું ગુણસ્થાનકે મનને લેકવ્યવહારમાંથી દૂર કરેલું છે. જગતમાં ન્યાયાધીશની અને ન્યાયની કર્મોની હસ્તિ છે પરંતુ તેમની એ હસ્તિ ટંટા, કજીયા, બખેડા ઉપર અવલંબેલી છે. જે કજીયા, બખેડા ન હોય, પક્ષાપક્ષી ન હોય તે પછી ન્યાયાધીશની અને ના. કેટેની હસ્તિ પણ બીન જરૂરી છે તેજ વસ્તુસ્થિતિ મનની છે. જગતની ભાંજગડે એ કજીયા બખેડા છે અને મને એ ન્યાયાધિશ છે જેમ કજીયા બખેડા ન હોય તે ન્યાયાધિશની હસ્તિ નકામી છે તેજ પ્રમાણે જગતની ભાંજગડ ન હોય તે મન પણ નકામું છે. જ્યાં ભાંજગડ નથી ત્યાં મન નથી. અર્થાત્ ભાંજગડે જાય છે ત્યાં મન પણ જાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે આવી લેકવ્યવહારની ભાંજગડો હતી નથી એવી ભાંજગડાને ત્યાં અંત આવે છે, પરંતુ ત્યાં એક નવીજ જાતની ભાંજગડનો આરંભ થાય છે. આ નવીજ જાતની ભાંજગડ કઈ હોવી જોઇએ તેને વિચાર કરો.
લોકિક અને લોકેત્તર વ્યવહાર છઠ્ઠા ગુણસ્થાનકે લેકેત્તર ભાંજગડ આરંભાય છે અને
ત્યાં લૌકિક ભાંજગડો અંત આવે છે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમાધિ આ સઘળાની ભાંજગડ મુનિઓના હૈયામાં રાતદિવસ ચાલુજ હોય છે. સંસારીઓની ભાંજગડ તે બહુજ સરળ છે. દિવસે તમારે ભાંજગડ ખરી પણ રાતે તે મોજ ! આનંદથી સુવાનું. નિદ્રામાં તમારે કશી ભાંજગડ નહિ. કાંઈ સંતાપ નહિ કિવા કાંઈ ચિંતા પણ નહિ, પરંતુ સાધુ તે આ ભાંજગડો દહાડે પણ કરે છે અને રાતે પણ તેમની તેજ ભાંજગડે ચાલુની ચાલુજ હોય છે. સાધુ નિદ્રા લે છે તે પણ એ ભાંજગડ સાથેજ. સાધુ નિદ્રા લેવાની તૈયારી કરે તે સમયે પણ અઢાર પા૫સ્થાનક વસરાવીને જ તે તે પ્રમાણે કરે છે. નિદ્રામાં કાયા ફેરવવાની હોય તે પણ પુંજીપ્રમાઈનેજ ફેરવવાની ! સાધુને તે આ પ્રમાણે ભાંજગડ, ભાંજગડ અને ભાંજગડજ ! સુતા પણ ભાંજગડ! ઉઘે ત્યાં પણ ભાંજગડ! જાગે ત્યાં પણ ભાંજગડ! સાધુ આ પ્રમાણે ચોવીસે કલાક ભાંજગડમાં જ રોકાએ રહે છે પરંતુ સાધુની આ ભાંજગડ તે લોકોને ત્તર ભાંજગડ છે. એ ભાંજગડ લાડી, વાડી અને ગાડીની ભાંજગડ નથી માટેજ આ ભાંજગઢ આદરણીય કહી છે. જ્યારે સંસારની ભાંજગડ એ ત્યાગ કરવા લાયક જણાવી છે. મુનિનું જીવન આ પ્રમાણેનું હેવાથી જે છઠ્ઠા ગુણસ્થાનકે વિરાજમાન છે એ મુનિ લૌકિકસંજ્ઞા છોડી દે છે અને તે લોકોત્તરસંશા ધારણ કરે છે. આવી વ્યક્તિ લોકોત્તર સંજ્ઞામાં લીન હોય છે. હવે ચોથા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓની વચ્ચે મહત્વને શું ફેરફાર છે તેને વિચાર કરીએ.
અમારો જવાબ હા તમારો જવાબ ના તમારી ભાંજગડ એક રીતે કહીએ તે એવી છે કે
શત્રુને ન આવવા દે અને તેનાથી રક્ષા કરવી, તમારે બચાવ કરે. અમારી ભાંજગડ એવી છે કે શત્રુને જડમૂળથી કાપી નાખ. શત્રુને બાળી નાખે તથા તેને નાશ કરે, આ અમારી ભાંજગડ છે. હવે વિચાર કરે કે તમારામાં સાધુઓના જેવી આ સ્થિતિ છે ખરી? શત્રુથી બચી જવાની સ્થિતિ તમારામાં છે, પરંતુ શત્રુને નાશ કરી દેવ, શત્રુને જ મારી નાંખવે એ સ્થિતિ તમારામાં છે ખરી કે? એને જવાબ તે તમે એજ આપશો કે “નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com