________________
આનંદ-સુધાસિંધુ.
(૧૮૬)
સુધાબંદુ ૧ લું. કિંમત તે આત્માની વૃત્તિની જ છે. આત્માને આપણે મક્ષસમૂહને ત્યારે જ માની
શકીએ કે જ્યારે તેને હાથે સાંસારિક કાર્યો થતાં તે પરત્વે તેને ભારે ખેદ થાય! ખરી રીતે તે આત્માની વૃત્તિ કયાં છે એજ જેવાની ખાસ આવશ્યકતા છે. જે વ્યક્તિના હાથથી સાંસારિક કામે થતાં રહે અને તેની વૃત્તિ પણ સાંસારિક કાર્યોમાંજ પાવાએલી હોય તે તેવી વ્યક્તિને આપણે મોક્ષસમૂહમાં ગણી શકીશું નહિ. મેક્ષના ઉપાસકોના સમૂહમાં તે તે જ માણસ આવી શકે છે કે જેને હાથે સાંસારિક કાર્યો થતાં હોય તે છતાં તેને એવા કાર્યો આદરતી વખતે ભારે કચવાટ અને ક્ષેભ થાય. અહીં બીજું એક ઉદાહરણ લિ. યુદ્ધમાં બે પક્ષે લડે છે. એક પક્ષને માણસે રણસંગ્રામમાં શત્રુપક્ષના કેદી બને છે એ વેળાએ શત્રુપક્ષ પેલા કેદીઓને કાંઈ બેસાડી રાખીને ખવાડતું નથી પરંતુ એ કેદીઓ પાસે શત્રુપક્ષ પણ કામ લે છે. હવે ધારો કે એક પક્ષને કેદી બીજા પક્ષમાં કેદ થાય, અને બીજા પક્ષનો મુકાદમ એ કેદીઓ પાસે તેનાજ પક્ષના માણસોનો નાશ કરવા માટે કિલ્લો બંધાવે પત્થર મંગાવે યા બીજી મજુરી કરાવે તો એ પ્રસંગે એ કેદીની કેવી દશા થાય તેને ખ્યાલ કરો. શત્રુના હાથમાં પડેલે એ કેદી પોતે કામ કરવાની ના પાડી શકે એવી સ્થિતિમાં નથી, તે કામ બગાડી શકે અથવા ઓછું કામ આપી શકે એવી સ્થિતિમાં પણ નથી અને કોઈપણ પ્રકારે તે દળે પણ કરી શકે એવું નથી. ત્યારે આ પ્રસંગે આવા કેદીઓની મને દશા કેવા પ્રકારની હશે તે વિચારે.
ચોથા ગુણસ્થાનકને અધિકાર, કેદી જેકે પિતે નિરૂપાયવશતાથી શત્રુની સેવા કરે છે
પોતાના જ પક્ષને નાશ થાય એવાં કામ કરે છે પરંતુ એ સમયે તેના અંતરમાં તે ભયંકર બળતરા હોય છે. પોતે કરેલું કામ કાંઈ પ્રાકૃતિક કેપ થાય ને તૂટી પડે છે તેથી તે કેદીની લાગણી ઘવાતી નથી. એટલું જ નહિ પણ તેને હાથે જે કામ થાય છે તેમાં તેની આસક્તિ પણ હોતી નથી. ચોથા ગુણસ્થાનકે આવેલા ભવ્યાત્માની સ્થિતિ પણ આવા પ્રકારની હોવી જોઈએ તે જ તે ચોથે ગુણસ્થાનકે સ્થિત છે એ માની શકાય. સૌથી પહેલાં તો પિતાનું ચાલે તે આ ભવ્યાત્મા મૃત્યુને પસંદ કરે પરંતુ મોક્ષનું વિરોધી કાર્ય નહિ કરે. પરંતુ તે તેનાથી ન બની શકતું હોય અને તેના હાથે મોક્ષથી વિપરીત કાર્ય થવાનેજ પ્રસંગ આવે તે તેના અંતરમાં તે તે માટે પ્રચંડ શોક અને દ્વેષ થાય જ. મેક્ષથી જે કામ પ્રતિકૂળ છે તેવા કાર્યને તે પિતાના હૃદયની સંમતિ તે કદાપિ પણ નજ આપે ! આત્મા ભલે વિષયકષાયમાં પરેવાએલ હોય તે ભલે આરંભ પરિગ્રહમાં જોડાએલે હોય તે ભલે સંસારમાં રહ્યો હોય અને સાંસારિક કાર્યો તેને હાથે થતાં હોય, પરંતુ તેના હૃદયમાં તો એવાં સઘળાં કામ માટે વેદના હોવી જ જોઈએ. તેને પોતાને એવી લાગણી તે થવી જ જોઇએ કે જે કાર્યો મારે હાથે થવાં જોઈએ તે થતાં નથી અને જે નથી કરવા જેવાં તે કાર્યો મારે કરવાં પડે છે. આવી લાગણી સાથે સાંસારિક કાર્યો કરતી વેળાએ આત્મામાં જે પ્રચંડ વેદના જાગૃત હોય એવા કાને હાદિક સહાનુભૂતિ ન હોય અને તેવા કાર્યો પરત્વે તિરસ્કાર હોય તે માની લેજે કે તે આત્મા એાથે ગુણસ્થાનકે વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com