________________
આનંદ-સુધાસિંધુ
સુધાબિંદુ ૧ લું. આ તે આરાધના કે વિરાધના અંધક આચાર્ય એક પ્રસંગે પાલક તરફ રોષે ભરાયા
હતા. આ રેષનું પરિણામ એટલું બધું ભયંકર આવ્યું હતું કે બંધક આચાર્યો પાલકને ભવાંતરે મારવાનું નિચાણું કર્યું હતું. બંધક આચાર્યો આ નિયાણું પિતાના કોઈ સ્વાર્થ માટે કર્યું ન હતું. પાલકે શાસનની આશાતને કરી હતી તેને અંગે તેને શિક્ષા કરવા ભવ બગાડીને પણ બંધક તૈયાર થયા હતા. ત્યારે હવે આ વૃત્તિને આરાધના કહેશે કે વિરાધના કહેશે વારૂં? આચાર્ય અંધકની આ વૃત્તિને આરાધના ગણવામાં આવી નથી પરંતુ તેને વિરાધનાજ ગણવામાં આવી છે. ભગવાન શ્રી મહાવીરદેવના શિષ્ય પ્રત્યે
જ્યારે ગોશાળે આંબે હતા ત્યારે ભગવાને પોતાના શિષ્યોને શું આજ્ઞા કરી હતી તેને વિચાર કરે. ભગવાને પિતાના શિષ્યોને આજ્ઞા કરી હતી કે ગોશાળે ગમે તેવા મારા ઉપર આક્ષેપ કરે તે છતાં તમે ઉત્તર પ્રતિ ઉત્તર કરશે નહિ ! અરે જીભ પણ ચલાવશો નહિ!! હવે કઈ એ પ્રશ્ન કરશે કે જે વ્યક્તિને અંગે લાગણી અનુમોદવા યોગ્ય છે અને તેથી કર્મનિર્જરા થાય છે, તે પછી ભગવાનના શિખ્યાએ ભગવાન પ્રત્યેની અને શાસન પ્રત્યેની લાગણીને વશ થઈને ગોશાળા જે વાદવિવાદ કર્યો હતો તે તે તેથી પણ કર્મનિર્જરાજ થવા પામત, ત્યારે ભગવાને એ વાદવિવાદ જ બંધ કરી નંખાવ્યું અને કર્મનિર્જરાને માર્ગ જ બંધ કરી દીધે, તેનું શું ? હવે આ રીતનો પિતાના શિષ્યોને સંદેશો આપીને ભગવાને કર્મનિર્જરાને માર્ગજ બંધ કરી દીધે હતું કે કેમ, તે પ્રશ્ન હવે વિચારીએ.
માધ્યસ્થભાવના ક્યાં સંભવે છે? તમને આગળ ખેતીનું ઉદાહરણ આપવામાં આવેલુંજ
છે. એ મોતી કેઈ લઈ લે છે તે તમને ગુસ્સો આવે છે પરંતુ તે ગુસ્સો તે મેતીને અને આવતેજ નથી જ! પરંતુ મોતીમાં રહેલા ગુણને અંગેજ આવે છે. ઈન્દ્ર દેવતાને સજા કરી હતી એ પ્રસંગમાં પણ આપણે જોયું છે કે શાસ્ત્રકારોએ સજા પ્રસંશાપાત્ર નથીજ ગણ; પરંતુ લાગણજ પ્રશંસાપાત્ર માનેલી છે. ઈન્ડે સજા કરી છે તે લાગણી વિના થઈ નથી માટે અહીં લાગણીનું મહત્વ છે. જે માણસમાં શાર્ય હશે તે માણસ તે લડાઈની નેબત ગાજતી સાંભળશે કે તરત જ તેને શૈર્ય છૂટયા વિના રહેવાનું નથી. જ્યાં વાજા વાગવા માંડશે, લડાઈનો શંખનાદ થશે કે ત્યાં તે પેલે માણસ શાર્યથી ગાજી ઉઠશે, પરંતુ આપણે એનું શૌર્ય અને એના શાર્યનું કાર્ય એ બેને જુદા પાડવાનાં છે. આપણે હંમેશાં અનુમોદનીય સ્થાન તરીકે તે સજાનું કાર્ય ગણ્યું નથી, પરંતુ લાગણજ ગણું છે. દેવલેકમાં સામાનિક દેવપણા જેવી ટિમાં પ્રવેશેલ એ સંગમ દેવતા હતા, પરંતુ તેણે જ્યારે ભગવાન મહાવીરને અનેક ઉપસર્ગોથી પીડવા માંડ્યા ત્યારે જ ઈન્દ્ર સજા તરીકે તેને દેશનિકાલની સજા કરી હતી. બન્ને આ દેવતા ઉપર માધ્યસ્થ ભાવના રાખી ન હતી. માધ્યસ્થ ભાવના તે તેજ રાખી શકે છે કે જેનામાં સામે માણસ નુકસાન કરતે હોય તે અટકાવી દેવાની શક્તિ ન હોય! ઈનમાં તે એવી શક્તિ હતીજ કે તે સંગમદેવતા નુકસાન ન કરી શકે એવું કરી જ શકત! જ્યાં પોતાના હાથમાં એવી શક્તિ રહેલી હોય છે ત્યાં કારુણ્યભાવનાને અવકાશજ નથી, તેવા સંયેગામાં કાર્યભાવના સંભવતી જ નથી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com